Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

DJના તાલે ફૂલેકામાં રમતા ધોરાજીના યુવાનનું છાતીમાં દુઃખાવો થયા બાદ મોતઃ મૃતકનું ચક્ષુદાન કરાયુ

ધોરાજી તા. ૧ :.. બહારપુરા વિસ્‍તારમાં લગ્ન હોય રાત્રે ફુલેકુ નિકળતા ડી.જે.ના તાલે રમતા દિપકકુમાર કિશોરભાઇ સોલંકી ઉ.વ.રર ને છાતીમાં દુઃખાવો ઉપડતા ધોરાજી સરકારી દવાખાને લાવતા ડોકટરે મૃત જાહેર કરતા શોકની લાગણી વ્‍યાપી ગઇ હતી. આ દુઃખદ ઘટનાની જાણ થતા નગરપાલીકાનાં ડી. એલ. ભાષા સહિતના હોસ્‍પીટલ ખાતે દોડી આવેલ અને દિપકભાઇના પરિવારજનો જે જુનાગઢ જીલ્લાના ઉમરાળા ખાતે રહેતા હોય તેને જાણ કરેલ અને બાદમાં હોસ્‍પીટલના અધિકારી ડો. જયેશ વેસેટીયના માર્ગદર્શન હેઠળ ડો. રાજ બેરા, ડો. ગૌરવ હાપલીયા અને મેડીકલ ટીમના રોહીત સોંદરવા, દિપક ભાસ્‍કર, વિજય ભાસ્‍કર, દિનેશ ચુડાસમા, સહિતનાઓએ ચક્ષુઓને માનવ સેવા યુવક મંડળને સોંપતા ચક્ષુઓ રાજકોટ સરકારી ટી. ટી. શેઠ હોસ્‍પીટલ ખાતે મોકલાયા હતા આ તકે કિશોરભાઇ જગાભાઇ સોલંકી, કરણભાઇ સોલંકી, કૈશલ સોલંકી, ડી. એલ. ભાષા, ડેનીશાબેન દિપકકુમાર સોલંકી, ઉદય મારૂ, યોગેશ ભાષા, વિઠલભાઇ ભાષા, રિતીક સોલંકી, જયેશભાઇ, નસીત પરમાર, સહિતના હાજર રહેલ હતાં.

આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી દ્વારા સોલંકી પરીવારની સેવાઓને બીરદાવી સ્‍વ. દિપકભાઇ સોલંકીને શ્રધ્‍ધાસુમન અર્પણ કરેલ હતાં. માનવ સેવા યુવક મંડળને ૧૧૦મું ચક્ષુદાન મળેલ હતું.

(11:46 am IST)