Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બાબરા સી.એચ.સી.ની જગ્‍યાને સિવિલ હોસ્‍પિટલનો દરજજો આપો

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૧ : બાબરા શહેરમાં આવેલ સી.એચ.સી.ની જગ્‍યાને સિવિલ હોસ્‍પિટલનો દરજો આપવા ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયા દ્વારા માંગ કરાઈ છે.બાબરા શહેરની આજુબાજુ કોઈ મોટુ દવાખાનું ના હોવાના કારણે લોકોને રાજકોટ કે ભાવનગર જાવુ પડે છે અને કોઈ મોટી અકસ્‍માતની ધટના બંને તો પણ ઇજાગ્રસ્‍તોને સારવાર માટે રાજકોટ ભાવનગર હોસ્‍પિટલે સારવાર માટે ખસેડવા પડે છે જેથી બાબરા શહેરમાં આવેલ સી.એચ.સીને સિવિલ હોસ્‍પિટલનો દરજો આપીને સારવારની વધુ સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવે તેવી રજુઆત બાબરા લાઠીના ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયાએ રાજ્‍ય સરકારના આરોગ્‍ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલને કરવામાં આવી છે.

(12:59 pm IST)