Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

લૂંટ-ઘરફોડ ચોરીને અંજામ આપનાર ૪ શખ્‍સો સામે જામનગર એલસીબીની ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧ : પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ વિભાગ-રાજકોટનાઓએ મિલ્‍કત સંબંધી ગુનાઓ આચરનાર ઇસમો વિરૂધ્‍ધ અસરકારક કાર્યવાહી થવા માટે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (પીઆઇપીએસ) નાઓને સુચના આપેલ. જે અન્‍વયે એલ.સી.બી. પો. ઇન્‍સ. જે.વી. ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સબ ઇન્‍સ. એસ.પી. ગોહિલનાઓ દ્વારા જામનગર જિલ્લામાં ચોરીઓને અંજામ આપનાર ઇસમો વિરુધ્‍ધ જરૂરી વર્ક આઉટ કરી ચોરીઓને અંજામ આપનાર ઇસમોની ગુનાહિત ભૂમિકા ઇ-ગુજકોષ ના ડેટામાં સર્ચ કરવામાં આવેલ, જેમાં નીચે મુજબના લૂંટારા, ઘરફોડ ચોરી ટોળકીના સભ્‍યો અગાઉ લૂંટ તથા ઘરફોડ તથા સાદી ચોરીમાં સંડોવાયેલ હોવાનું જણાયેલ હતું.

(૧) આબદ ઉર્ફે આબલો રસીદ ચગવડા (ભડાલા) રહે. વૈશાલીનગર સરકારી સ્‍કુલની બાજુમાં જામનગર (ર) અબ્‍દુલ કાસમભાઇ જોખીયા રહે. જામગર ધરારનગર સીલીમબાપુની મદ્રેસા પાસે (૩) હુશૈન ઉર્ફે હુશનો ચોર અલીમામદ જાનમામદ જોખીયા રહે. સલમબાપુની મદ્રેસા પાસે, ધરાનગર-૧ જામનગર (૪) ઇસ્‍માઇલ ઉર્ફે ભુરો ઇબ્રાીહમ પરાની રહે. જામનગર ધરારનગર.

ગુજરાતના મહત્‍વપૂર્વક પ્રોજેકટ ઇ-ગુજકોપમાં આરોપીના ગુનાહિત ડેટા સંગ્રહ કરવામાં આવેલ હોય, જેથી ઇ-ગુજકોપ ડેટા સર્ચ કરી તેમજ લગત પોલીસ સ્‍ટેશનમાં રેકર્ડ તપાસ કરતા, મજકુર ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ, જેથી ચારેય લૂંટારા ચોર ટોળકીના સભ્‍યોની મિલ્‍કત સબંધિત ગુનાહિત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણમાં લાવવા માટે ગેંગના સભ્‍યો વિરૂધ્‍ધ ગેંગકેસ ની ફરીયાદ પો. હેડ કોન્‍સ. વનરાજભાઇ મકવાણાએ આપતા ગેંગના સભ્‍યો વિરૂધ્‍ધ પોલીસ સબ ઇન્‍સ. એસ.પી. ગોહિલનાઓએ મજકુર ચારેય વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગેંગના સભ્‍યોનું કાર્યક્ષેત્ર (૧) જામનગર જિલ્લા : જામનગર શહેર, ધ્રોલ, હાલપુર, જામજોધપુર, જામનગર ગ્રામ્‍ય (ર) અમરેલી જિલ્લો-બોટાદ પો. સ્‍ટે. (૩) રાજકોટ શહેર તથા રાજકોટ રૂરલના ધોરાજી (૪) જુનાગઢ શહેર (પ) દેવભૂમિ દ્વારકા - જામખંભાળીયા (૬) કચ્‍છ -મુદ્રા પો. સ્‍ટે. (૭) મોરબી જીલ્લા વાંકાનેર પો. સ્‍ટે. માં મજકુર અગાઉ અલગ અલગ પોલીસ સ્‍ટેશનમાં ગુનામાં પકડાયેલ હતા.

ગેંગના સભ્‍યોની ગુનાહિત ઇતિહાસમાં આરોપી હુશૈન ઉર્ફ હુશન ચોર જોખીયા વિરૂધ્‍ધ ટોટલ -૩પ, અબ્‍દુલ જોખીયા-વિરૂધ્‍ધ -ર૧ આબીદ ઉર્ફે આબલો ભડાલા વિરૂધ્‍ધ-૧૦, ઇસ્‍માલલ ઉર્ફે ભુરો વાઘેર વિરૂધ્‍ધ ૦૩ થી વધુ ગુનાઓ નોંધાયેલ છે.

ઉપરોકત કામગીરી એલ.સી.બી. પો. ઇન્‍સ. જે.વી. ચૌધરી નાઓ ઇન્‍સ. એસ.પી. ગોહિલ તથા એલ.સી.બી. સ્‍ટાફ ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઇ તલાવડીયા શરદભાઇ પરમાર, હરદિપભાઇ ધાંધલ, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી હિતેન્‍દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા અજયસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, ડ્રાયવર ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી તથા બીજલ બાલસરા દ્વારા કરવામાં આવેલ છે.

(1:29 pm IST)