Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

વેરાવળ સુત્રાપાડા વિસ્‍તારમાં જંગલના લાકડાઓનું ખુલ્લેઆમ વેચાણ !

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧: સુત્રાપાડા વિસ્‍તારમાં અનેક જંગલો આવેલ છે તેમાંથી ખુલ્લેઆમ ઝાડવાઓ કાપી અને ટ્રેકટરો દ્રારા વેચાય રહેલ છે તેથી તાત્‍કાલીક પગલા લેવાની માંગ ઉઠી છે.

વેરાવળ સુત્રાપાડા વિસ્‍તાર દરીયાકાંઠે આવેલ અનેક ગામો તેમજ મુળ.દ્રારકા, લાટી, કદવાર જેવા ગામોમાં મોટા મોટા જંગલો આવેલ છેતે વિસ્‍તારમાં બાવળ સહીતના હજારો ઝાડ કાપી નાખવામાં આવે છે અને તેના લાકડાઓ ટ્રેકટરો, છકડો રીક્ષામાં લાવી ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે સાંજે પ વાગ્‍યા થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી આ વાહનોહાઈવે રોડ ઉપર થી જતા આવતા હોય છે આ લાકડાઓ પુઠા બનાવવાના કારખાનાઓમાં વેચાતા હોય છે દરરોજ ટનબંધ લાકડાઓવેચાતા હોય જેથી પર્યાવરણને પણ મોટી નુકશાની જાય છે સુત્રાપાડા થી વેરાવળ હાઈવે રોડ ઉપર ટ્રાફીક પોલીસ અથવા વનતંત્રના અધિકારીઓ દ્રારા આવા વાહનોને રોકી તેમની પાસેથી કાગળો માંગવામાં આવે તો આખું કૌભાંડ બહાર આવે તેમ છે.

પર્યાવરણ પ્રેમીઓએ જણાવેલ હતું કે દરરોજ હજારો ઝાડ કપાવાવથી જંગલ ખુલ્લું થતું જાય છે જેથી તાત્‍કાલીક આ ગતિવધી અટકે તે માટે માંગ ઉઠી છે.

વડોદરા ઝાલા ગામની શાળાના છાત્રાએ બાળપ્રતીભા શોધ સ્‍પર્ધામાં ભાગ લીધો

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સૌરાષ્‍ટ્ર પ્રદેશ કક્ષાની બાળપ્રતિભા શોધ સ્‍પર્ધા ર૦ર૩ અંતર્ગત વડોદારા ઝાલાની શાળાના બાળકોએ લોકગીત અને નિબંધ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો અને લોકગીતમાં મોરી જીગીષાબેન તથા તેમની ટીમ અને નિબંધ સ્‍પર્ધામાં મોરી માનવભાઈ એચ એ ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું હતું તેમની સીઘ્‍ધીને શાળા પરીવારે બિરદાવી હતી.

કદવાર ગામે કોળી સમાજના ૬૬ યુગલોના સમુહ લગ્નમાં જોડાયા

કદવાર ગામે કોળી સેવા સમાજ દ્રારા ૧૪મો ભવ્‍ય સમુહ લગ્નોત્‍સવ યોજાયેલ હતો જેમાં સાંસદ, ધારાસભ્‍ય સહીત અનેક આગેવાનો જોડાયેલ હતા આ સમુહ લગ્નમાં ૬૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડેલ હતા લગ્નનું પ્રમાણ પત્ર નોંધણીના દાખલા તેમજ સાત ફેરા યોજના હેઠળ કુંવરબાઈના મામેરાનો લાભ તથા દાતાઓ સમાજ તરફથી કરીયાવર અપાયેલ હતું.

સુત્રાપાડામાં આહીર સમાજનો સમુહ લગ્ન ઉત્‍સવ યોજાયો

સુત્રાપાડામાં આહીર સમાજની વાડીમાં સમુહ લગ્ન યોજાયેલ હતો જેમાં ર૧ નવદંપતિઓને પ્રભુતામાં પગલા પાડેલ હતા.

સુત્રાપાડા આહીર સમાજની વાડીમાં ૧૧માં સમુહ લગ્નોત્‍સવ યોજાયેલ હતો જેમાં ધારાસભ્‍યો સહીત અનેકે ર૧ નવદંપતિઓને આર્શિવંચન આપેલ હતા આ પ્રસંગમાં મોટી સંખ્‍યામાં સમાજના આગેવાનો પરીવારો હાજર રહેલ હતા.

જહાજોની મુલાકાત લેવાઇ

વેરાવળની મહીલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થી બહેનોએ ઈન્‍ડીયન કોસ્‍ટ ગાર્ડ જેટીની મુલાકાત પુર્વે મજુરીના આધારે કોસ્‍ટગાર્ડ કચેરી ખાતે પહોચેલ જયાં ફાયર સેફટી અને હથીયારોની માહીતી જીણવટ પુર્વક બહેનોને પુરી પાડવામાં આવેલ અને કોસ્‍ટગાર્ડના અત્‍યાધુનીક જહાજોની મુલાકાત અને માહીતી મેળવેલ હતી વિદ્યાર્થીઓ માટે એનજી ડ્રીંક અને ફળોની કરવામાં આવી હતી મહીલા કોલેજ અનેસમગ્ર સ્‍ટાફ દ્રારા કોસ્‍ટ ગાર્ડને ફાધર ઓફ નેવી છત્રપતી શિવાજી મહારાજની મોમેન્‍ટો આપેલ હતી આ મુલાકાત દરમ્‍યાન કોસ્‍ટગાર્ડના ઓફીસર અભિનવ રાણા અને સ્‍ટાફ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના સીન્‍ડીકેટ મેમ્‍બર પ્રો.જે.એસ.વાળા,એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર ડો.નીલાબેન બોરડ સહીતના હાજર રહેલ હતા.

ગુરુનાનક કીર્તન મંડળી

વેરાવળમાં અવિરત સેવાકીય અને ધાર્મિક કાર્યો કરતી સંસ્‍થા ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા દરરોજ સવારે ૮૦ ફૂટ રોડ ખાતે આવેલા સચખંડ ગુરુ દરબારમાં કીર્તન સમાગમ કરવામાં આવે છે. ઉપરાંત અલગ અલગ સેવાકીય પ્રવળત્તિઓ પણ આ મંડળી દ્વારા કાયમી કરવામાં આવે છે. ઉજવણી અંતર્ગત રવિવારે સ્‍વામી શાંતિ પ્રકાશ હોલ ખાતે ગુરુ ગોબિંદસિંઘજીની મહિમા દર્શાવતી બાબા બંદાસિંઘ ફિલ્‍મ લોકોને નિઃશુલ્‍ક બતાવવામાં આવી હતી. ત્‍યારબાદ સમાજનાં વડીલોની ઉપસ્‍થિતિમાં મંડળીના મંગલ પ્રવેશ કરતા સિલ્‍વર જ્‍યુબીલી વર્ષ સન્‍માન અને સત્‍કાર કરી મનાવવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનાં અંતે સૌ લોકોએ સમૂહ લંગર પ્રસાદ લીધો હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગુરુનાનક કીર્તન મંડળીનાં સેવાધારી સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

(1:36 pm IST)