Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સુત્રાપાડાના વાસાવડ ગામે બે લાખના ૧૦ લાખ જમીનનો સાટાકરાર કરી ધમકી આપી

xવેરાવળ, તા.૧: સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે રહેતા ખેડુતે બે લાખ રૂપીયા વ્‍યાજેલીધા હતા જેનું ૮ ટકા લેખે વ્‍યાજ ગણી આરોપીએ જમીનોના અલગ અલગ કબજા વગરના સાટાકરાર રૂા.૧૦,પ૦,૦૦૦ના કરાવી લીધેલ હોય તેમ છતા વ્‍યાજની માંગણી કરી ધમકી આપતા હોય જેની સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.સુત્રાપાડા પી.એસ.આઈ એ જણાવેલ હતું કે વાસાવડ ગામે રહેતા ખેડુત દીપુભાઈ ઉર્ફે દીલીપભાઈ કરશનભાઈ ઝાલાએ ધંટીયા પ્રાંચીના બાબુભાઈ ભારમલ ઝાલા પાસેથી બે લાખ રૂપીયા ૮ ટકા વ્‍યાજે લીધેલ હોય જેના ૧૦,પ૦,૦૦૦ વસુલ કરવા માટે માલીકીની જમીન માં અલગ અલગ કબજા વગરનો સાટાકરાર દસ્‍તાવેજ કરાવી લીધેલ હોય તેમજ બીજા ખેડુત ભુવાટીબીના પ્રતાપ પુજાભાઈ ઝટકાટે બે લાખ લીધેલ હોય તેની પણ માલીકીની જમીનના કબજા વગરના સાટા કરાર દસ્‍તાવેજ કરાવી લીધેલ હોય તેથી બન્‍ને ખેડુતોએ સુત્રાપાડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી તપાસ કરતા આરોપી ખેડુતા પાસેથી બીજા અનેક સાટાકરારો, દસ્‍તાવેજો તેમજ કોરા ચેકો પણ મળી આવેલ છે જેથી આરોપી મોટાપાયે વ્‍યાજખોરી ચલાવતો હોય તેવું જણાવેલ હતુંફરીયાદી બન્‍ને ખેડુતોની જમીનનો કબજો પોતાની પાસે હોય તેમ તપાસનિશ અધિકારીએ જણાવેલ હતું.

ઈણાજ પાટીયા પાસેથી સગીર દીકરીનું અપહરણ

વેરાવળ તાલુકાના ઉમરાળા ગામે રહેતી સગીર દીકરી અભ્‍યાસ અર્થે જવા નિકળેલ હતી તે ઈણાજ ના પાટીયા પાસે પહોચેલ ત્‍યારે કોડીનાર તાલુકાના પીછવા ગામે રહેતા સંજય ઝાલા મકાવાણએ રીક્ષામાં બેસાડી અપહરણ કરી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

(1:43 pm IST)