Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ડિસેમ્‍બર ૨૨ સુધીમાં ૧૭.૫૮ કરોડની વિજ ચોરી પકડી લેવાઇ

પヘમિ ગુજરાત વીજ કંપની દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાંથી કુલ ૧૪૮.૨૯ કરોડની વીજ ચોરી પકડી લેવાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઈવ દ્વારા ગતᅠ એપ્રિલ -૨૨ થીᅠ ડિસેમ્‍બર-૨૨ સુધીના સમયગાળા દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાંથી કુલ ૧૭.૪૮ કરોડ ની વિજ ચોરી પકડી લેવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ભર માંથી ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન કુલ ૧૪૮.૨૯ કરોડની વીજ ચોરો પકડી લેવામાં આવી છે.

ᅠજામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ દ્વારા સમયાંતરે હાલારના જામનગર અને દેવભૂમિ- દ્વારકા બંને જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગતᅠ એપ્રિલ ૨૦૨૨ થીᅠ ડિસેમ્‍બર ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયગાળામાં દરોડા પાડી કુલ ૪૨૭૯૦ વિજ જોડાણોને ચેક કરવામાં આવ્‍યા હતા, જેમાંથી કુલ ૫૬૧૬ માં ગેરિતી મળી આવી હતી અને તેઓને ૧૭.૪૮ કરોડના વીજ ચોરીના બિલ ફટકારવામાં આવ્‍યા છે.

પヘમિ ગુજરાત વીજ કંપની દ્વારા એપ્રિલ ૨૦૨૨ થી ડિસેમ્‍બર ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર કચ્‍છના વિસ્‍તારમાં કુલ ૪,૯૦,૩૫૮ વિજ જોડાણોને ચેક કરવામાં આવ્‍યા હતા, જે પૈકી ૫૭,૮૧૫ માંથી ગેરરીતી જોવા મળી હતી, અને તે વીજ ગ્રાહકોને કુલ ૧૪૮.૨૯ કરોડના વિજ બીલો ફટકારવામાં આવ્‍યા છે.

વીજ તંત્રની આ કડક કામગીરી બાદ હજુ પણ વિજચોરોને ઝેર કરવા માટે આગામી દિવસોમાં વીજ ચેકિંગની ઝુંબેશને વધુ વ્‍યાપક અને ગતિશીલ બનાવવામાં આવશે, તેવું વીજ તંત્ર દ્વારા જાહેર કરાયું હોવાથી વિજ ચોરોમાં ફાગડાટ મચી ગયો છે.

(1:38 pm IST)