Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કેશોદમાં બીએસએનએલનો કેબલ ખરીદતાં ફરિયાદ

 (સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૧ : કેશોદના રેલ્‍વે ફાટક પાસે આવેલ ગાયનાં ગોદરા પાસે બીએસએનએલ કંપનીનો કેબલ કામ ચાલુ હોવાથી કપાઈ ગયેલ હોય પુર્વ તરફની લાઈન બંધ હોય બીએસએનએલ કંપનીનો કર્મચારી અヘનિભાઈ માકડીયા એ દોઢેક મીટર કેબલ તુટેલો નિહાળતાં જુનાગઢ સબ ડિવિઝન અધિકારી કિશોરભાઇ રાજેંન્‍દ્રભાઇ ચાવડા ને જાણ કરી હતી.જુનાગઢથી બીએસએનએલ ડિવિઝન ઓફિસર અヘનિભાઈ માકડીયા અને શ્રીધરભાઈ સ્‍થળ પર પહોંચી તપાસતાં દોઢેક મીટર કેબલ તુટેલો સળગાવેલ નજરે પડેલ જે કેબલ તુટેલો સળગાવેલ સ્‍થિતિ માં સંજરી સ્‍ક્રેપ નાં વેપારીને ત્‍યાં નજરે ચડતાં કેશોદ પોલીસ સ્‍ટેશનમાં

સંજરી સ્‍ક્રેપ નામનો ભંગારના ડેલા વાળો તથા અજાણ્‍યા ચોરએ બી.એસ.એન.એલ. કંપનીનો દોઠેક મીટર વાયર આશરે કિ.રૂ.૩૫૦૦/- નો ચોરી કરી લઇ જઇ આ ચોરીનો માલ સંજરી સ્‍ક્રેપ નામનો ભંગારના ડેલા વાળાએ રાખી એકબીજાને મદદગારી કરી ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)