Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

કલ્‍યાણપુરના પાનેલીમાં ૭ શકુની ઝડપાયા

ખંભાળીયા,તા.૧ : નિલેષભાઇ રણમલભાઇ બેલાની પાનેલી ગામની સીમમાં આવેલા વાડીના મકાનમાં જુગારનો અખાડો ચલાવતા હોય જેથી રેઇડ કરી રોકડ રૂા. ૩,૧ર,૯૦૦ મો. ફોન નંગ-પ કિ. રૂા. ર૦,પ૦૦ મો. સા. એકટીવા-૪ કિ. રૂા. ૧,૦૦,૦૦૦/ મળી કુલ રૂા. ૪,૩૩,૪૦૦/- ના મુદ્દામાલ સાથે (૧) જયેશભાઇ ભાયાભાઇ બેલા રહે. કલ્‍યાણપુર કોર્ટની પાછળ (ર) નથુભાઇ નારણભાઇ કાબરીયા રહે. બેઠક રોડ જામ ખંભાળીયા, (૩) કાસમભાઇ સલેમાનભાઇ ખીરાણી રહે. રાવલ બસ સ્‍ટેન્‍ડની બાજુમાં (૪) ખીમજીભાઇ નરસિંહભાઇ પુરોહિત રહે. ર૦ર, પ્રસન્ન રેસીડેન્‍સી, મેહુલનગર જામનગર (પ) રમેશભમાઇ પરબતભાઇ ગોજીયા રહે. મહાદેવીયા ગામ તા. કલ્‍યાણપુર તે ઝડપી લીધા હતા.

આ કાર્યવાહીમાં એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્‍સ. કે.કે. ગોહીલની રાહબારી હેઠળ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એસ.એસ. ચૌહાણ, એએસઆઇ અરજભાઇ મારૂ, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, મસરીભાઇ ભારવાડીયા તથા એચસી સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, લાખાભાઇ પીંડારીયા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પીસી ગોવિંદભાઇ કરમુર, મસરીભાઇ છુછર, દેવાભાઇ મોઢવાડીયા, અરજણભાઇ આંબલીયા, મેહુલભાઇ રાઠોડ, વુ. પો. કોન્‍સ. મીરાબેન વરમલ ડ્રા. એએસઆઇ નરસીભાઇ સોનગરા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા ડ્રા. પીસી વિશ્વદીપસિંહ જાડેજા, નાઓ જોડાયા હતા.

(1:39 pm IST)