Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

પાટણનાં જીજ્ઞેશ અને કૌશિક દવે ૩.૯પ કરોડની રોકડ સાથે ઝડપાયા

રાજસ્‍થાન સરહદ પાસે માવલ બોર્ડર પાસે કારના ગુપ્‍ત ખાનામાંથી રોકડ રકમ ઝડપીને તપાસનો ધમધમાટ : હવાલાના રૂપિયા હોવાનું ખુલ્‍યુ

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા. ૧:  પાટણ શહેરમાં રહેતા બે યુવાનો જીગ્નેશ વાસુદેવ દવે  (ઉ.વ.૩૯) અને પાટણ સંખારી હાઇવે પર, તથા કૌશિક  રમેશભાઇ દવે (ઉ.વ.૪૨) જીવનધારા સોસાયટી વાળાઓ  રાજસ્‍થાનના શિરોહી જીલ્લાના રિકો. પોલીસ સ્‍ટેશનની  હદમાંથી માવલ ચોકી પર પોલીસની નાકાબંધી દરમ્‍યાન  તેમની કારને રોકીને તેની તલાસી લેતા અંદરથી ૩.૯૫ કરોડ  રૂપિયાની શંકાસ્‍પદ ધનરાશી મળી આવી હતી. પોલીસે  તેમની પાસેથી પંજાબ પાસીંગની ક્રેટા કાર જપ્ત કરી હતી.  આ રૂપિયા કારની અંદર બનાવામાં આવેલા ખાસ પાર્ટીશનમાં  છુપાવ્‍યા હતા.  

આ અંગેની વધુ વિગત એવી છે કે, ગુજરાત અને  રાજસ્‍થાન સરહદને  અડીને આવેલી  માવલ બોર્ડર પરથી  ત્રણ કરોડ પંચાણું  હજાર રોકડ સાથે પાટણના બે  યુવાનોની અટકાયત કરી  આગળની કાર્યવાહી  હાથ ધરવામાં આવી  હતી. આબુરોડ રિકો પોલીસે આ ઘટના અંગેની જાણ  આવકવેરા વિભાગને કરી હતી. જો કે આવકવેરાની ટીમ  પણ આબુરોડના રિક્કો પોલીસ સ્‍ટેશન ખાતે દોડી આવી  આગળની કાર્ય વાહી હાથ ધરી હતી. મંગળવારે મોટી  કાર્યવાહી કરતા આબુ રોડ રિકો પોલીસ સ્‍ટેશને રાજસ્‍થાન-  ગુજરાતની સરહદને અડીને આવેલ માવલ પોલિસ બોર્ડર  પરથી શંકાના આધારે કાર સવારોને પકડી લીધા હતા.  પૂછપરછમાં શંકાના આધારે કારની તપાસ કરવામાં આવતા  સાડા ચાર કલાકની ગણતરી બાદ ૩ કરોડ ૯૫ હજાર રૂપિયા  કબજે કરવામાં આવ્‍યા હતા. પોલીસના જણાવ્‍યા અનસાર    આ હવાલાના મૂપિયા હોવાનું જાણવા મળ્‍યું હતું. ઝડપાયેલી  સ્‍કમમાં ૨ હજાર, ૫૦૦, ર૦૦ અને ૧૦૦ ર યાની નોટો  હોવાનું જણાવ્‍યુ હતું.  પોલીસે જણાવ્‍યું કે, નાકાબધં  દરમિયાન પજાબ પાસિંગની એક કાર PG-10-F-  ૭૪૦૦ને અટકાવી હતી. જેમાં તપાસ કરતાં કરોડોની રકમ  મળી આવી હતી. પોલીસે મશીન દ્વારા પૈસાની ગણતરી  કરી હતી. રિકો પોલીસ સ્‍ટેશનના અધિકારી સુરેશ કુમાર  ચૌધરીએ જણાવ્‍યું કે, સિરોહી ૩૨ મમતા ગુપ્તાના નિર્દેશ  પર રાજસ્‍થાન-ગુજરાત બોર્ડર પર સ્‍થિત માવલ ચોકી પર  નાકાબંધી કરવામા આવી રહી હતી. તે દરમિયાન એક કારને  રોકીને તલાશી લેતા મોટી રકમ મળી આવી હતી. રોકડ  આગળની બંને સીટ નીચે એક ગુપ્ત ખાનું બનાવી રાખવામાં આવ્‍યું હતું.જેમાં  કરોડો રૂપિયાની  નોટોના બંડલ  સંતાડી રાખવામાં    આવ્‍યા આવ્‍યા હતાં. ઉદયપુરથી અમદાવાદ રોકડ લાવવામાં આવી હતી.

સૂત્રો   દ્વારા જાણવા  મળ્‍યું હતું કે તે હવાલાના પૈસા હતા જે ઉદય પુરથી અમદાવાદ  લઈ જવામાં આવી રહ્યા હતા. રિક્કો પોલીસે બે શખ્‍સોની  અટકાયત પણ કરી છે. જેમાં આરોપીઓ જોગ્નેશ અને કૌશિક  છે, જેઓ ગુજરાતના પાટણના રહેવાસી છે. આટલી મોટી  રકમ કબજે કર્યા બાદ પોલીસે આ મામલે આવકવેરા  વિભાગને પણ જાણ કરી છે. અત્રે ઉલેખનીય છે કે અગાઉ  પણ રિક્કો પોલીશે ગુજરાતમાં લઇ જવાતા ૫.૯૪ કરોડની  મોટી રકમ પકડવામાં આવી હતી. ૧૨ ઓક્‍ટોબર ર૦રરના  રોજ પણ નાકાબંધી દરમિયાન મોટી રકમ પકડી પાડવામાં  આવી હતી.

(1:40 pm IST)