Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ બજેને આવકાર્યું

લઘુ ઉદ્યોગ , MSME એકમો , સ્ટાર્ટ - અપ્સ એન્ડ ઇનોવેશન , ટેકનોલોજી જેવા ક્ષેત્રો માટે અમૃતકાળનું બજેટ –દિલીપ કામાણી (પ્રમુખ-સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ )

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજ રોજ ભારતના અમૃતકાળનું પ્રથમ બજેટ  નાણામંત્રી નિર્મલા સિથારમણ દ્વારા રજુ કરવામાં આવેલ છે તેને આવકારવામાં આવેલ છે. આ બેજટમાં સાત અલગ - અલગ ક્ષેત્રોને અગ્રીમતા આપેલ છે જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર , હેલ્થકેર સેક્ટર , ગ્રીન ગ્રોથ , યુથ પાવર , તથા ટુરિઝમને પ્રોત્સાહન મળે તેવી જોગવાઈ કરેલ છે . હેલ્થકેર સેક્ટરમાં નવી ૧૫૭ નર્સિંગ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરેલ છે . MSME માં હાથવપરાશના સાધનોની કલાકૃતિઓ બનાવનાર વિશ્વકર્માને MSME સેક્ટર હેઠળસમાવી લેવામાં આવેલ છે .

  આ બજેટમાં ટેકનોલોજી બેઝ્ડ ગવર્નન્સનાં ઉદ્દેશ સાથે આર્ટીફીશીયલ્સ ઇન્ટેલિજન્સના ઉદ્યોગ - પ્રોત્સાહન માટે ત્રણ નવા નવા A1 સેન્ટરની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવેલ છે . ડીજીટલ સીસ્ટમ માટે PAN નંબર કોમન આઇડેન્ટિફાયર તરીકે ગણવામાં આવશે તે બાબત આવકારદાયક છે . વિશેષમાં બચતને પ્રોત્સાહન મળે તે માટે કન્યાઓ માટે રૂ . ૨ લાખનું સ્મોલ સેવિંગ સર્ટીફીકેટ બહાર પાડવાનું નક્કી કરેલ છે તેમજ વરિષ્ઠ નાગરીકો માટે સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા ૧૫ લાખથી વધારીને ૩૦ લાખ કરેલ છે . જ્યારે મંથલી ઇન્કમ સ્કીમમાં મહત્તમ મર્યાદા ૪.૫ લાખથી વધારીને ૯ લાખ કરેલ છે . ઇનડાયરેક્ટ ટેક્ષમાં ટેક્ષટાઈલ્સ સિવાયની વસ્તુ માટે બેઝીક કસ્ટમ ડ્યુટી ૨૧ % થી ઘટાડીને ૧૩ % કરેલ છે તેમજ ઇલેક્ટ્રોનિક્સ ચીજોનાં ભાગ માટે કસ્ટમ ડ્યુટી ઘટાડેલ છે . ડાયરેક્ટ ટેક્ષમાં MSME તથા વ્યવસાયિકો માટે પ્રિઝેન્ટીવ ટેક્ષની ટર્નઓવર મર્યાદા વધારેલ છે . કો - ઓપરેટીવ સેકટરને અલગ - અલગ ક્ષેત્રમાં રહતો આપવામાં આવેલ છે .    ઇન્કમટેક્ષમાં હાલ જૂની ટેક્ષ રીઝીમ અને નવી ટેક્ષ રીઝીમ એમ બે પ્રકારની ટેક્ષ સ્કીમ અમલમાં છે . જેમાં નવી ટેક્ષ રીઝીમમાં રીબેટ માટેની મર્યાદા ૫ લાખથી વધારીને ૭ લાખ કરેલ છે તમજ નવી ટેક્ષ રીઝીમનાં ટેક્ષ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે . ઇન્કમટેક્ષ પર લેવામાં આવતો સરચાર્જ ૩૭ % થી ઘટાડીને ૨૫ % કરેલ છે .

આમ વધુમાં વધુ ઇન્કમટેક્ષનો દર ૪૨.૭ % હતો જે ઘટીને ૩૯ % થયેલ છે . એકંદરે આ બજેટ વ્યાપાર - ઉદ્યોગ , MSME એકમો , સ્ટાર્ટ - અપ્સ એન્ડ ઇનોવેશન , ટેકનોલોજી જેવા ક્ષેત્રો માટે તથા યુવાનો , મહિલાઓ , વરિષ્ઠ નાગરીકો તેમજ મધ્યમવર્ગને રાહત આપનારું છે . બજેટની ઉપરોક્ત તમામ જોગવાઇઓ આવકારદાયક હોય સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને તેને આવકારે છે .તેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભાવનગર ના પ્રમુખ દિલીપભાઈ કમાણીએ જણાવ્યું છે.

(7:19 pm IST)