Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબીના બગથળા ગામની સીમમાં જુગાર રમતા ચાર ઝડપાયા.

મોરબીના બગથળા ગામની સીમમાં બરવાળાથી ખાખરાળા જતી કેનાલ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં બરવાળાથી ખાખરાળા જતી કેનાલ પાસે બાવળના ઝાડ નીચે ચાર ઈસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ સર્વેલન્સ સ્ટાફ સાથે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપીઓ રાજેન્દ્ર બેચરભાઇ આદ્રોજા, ભાવેશ બાલુભાઇ સિતાપરા, હેમુ દેવજીભાઇ ચાવડા અને શૈલેષ સવજીભાઇ વડનગરાને જુગાર રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા.૧,૨૦,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસના પી આઈ કે.એ.વાળા, પી એસ આઈ વી.જી. જેઠવા, જયદેવસિંહ ઝાલા, જયસુખભાઇ પટેલ, દિનેશભાઇ બાવળીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, દેવશીભાઇ મોરી સહિતના પોલીસકર્મી જોડાયા હતા

(9:19 pm IST)