Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી કોર્ટમાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા: પોલીસ સાત દિવસ સુધી કરશે પૂછપરછ

મોરબી ;  ઝૂલતો પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોરબી કોર્ટમાં પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ત્યારે હવે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ 7 દિવસ સુધી જયસુખ પટેલની પૂછપરછ કરશે.

ગઈકાલે મોરબી પુલ દુર્ઘટના મામલે પોલીસે મુખ્ય આરોપી જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે સરેન્ડર કર્યુ હતુ. ત્યારે પોલીસે આગામી કાર્યવાહી હાથ ધરી તેમની ધરપકડ કરી છે.

  30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો છે!

(9:26 pm IST)