Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી એલ.સી.બી. પોલીસના નિર્મળસિંહ જાડેજાને ‘ઈ-કોપ એવોર્ડ’ એનાયત...

મોરબી એલ.સી.બી. પોલીસની કામગીરીમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. જ્યાં મોરબી એલ.સી.બીમાં ફરજ બજાવતા નિર્મળસિંહ રામસિંહ જાડેજા ની સફળ કામગીરીની ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ ડીજીપી આશિષ ભાટીયા દ્વારા ‘ઈ-કોપ એવોર્ડ’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે  નિર્મળસિંહ જાડેજાએ ઇ-ગુજકોપ અને પોકેટકોપની મદદથી મોરબી જિલ્લાના ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી ૦૩ આરોપીની પકડી રૂપિયા ૧૩,૩૬,૭૦૦ નો મુદ્દામાલ રીકવર કરવાની કામગીરી કરી હતી અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ગુના શોધવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. જેને પગલે ડીજીપી ભાટીયા દ્વારા તેમને ‘ઇ-કોપ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મોરબી પોલીસને ઇ-કોપ ઓફ ધ મંથ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આ પ્રકારના ખિતાબ મુખ્યત્વે પોલીસ અધિકારી કે કર્મચારીની કામગીરી અને ગુનાઓને ડિટેકટ કરવાની કામગીરીને આધારે આપવામાં આવે છે.

(9:30 pm IST)