Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબીવાસીઓ પેન્ડિંગ ઈ-મેમો ભરી દેજો નહિતર ફોજદારી કાર્યવાહી થશે.

મોરબી શહેરમાં ફરી પેન્ડિંગ ઈ-મેમો બાબતે કાર્યવાહી શરુ થઈ છે, જ્યાં શહેરમાં લાગેલ CCTV કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. ત્યારે કરાયેલ ઇ-ચલણો પૈકી ભરપાઇ ન થયેલ ચલણોનાં કુલ- ૩૩૬૯ કેસ પેન્ડિંગ છે. જે સંદર્ભે આગામી તા.૧૧/૨/૨૦૨૩ ના રોજ લોક અદાલતમાં રજૂ કરવામાં આવશે.
જે સંદર્ભે લીગલ કોર્ટ ધ્વારા નોટીસની બજવણી થયેલ છે. આ લોક અદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેના વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે જો તેમનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૧૧-૦૨-૨૦૨૩ પહેલા ટ્રાફીક શાખા- રૂમ નં-૧૧, પોલીસ અધિક્ષકની કચેરી, જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી-૨ અથવા શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપ ની બાજુમાં, શનાળા રોડ, મોરબી-૧ પર ઇ-ચલણની રકમ ભરી શકે છે.
અને જો ઓનલાઇન ઓનલાઇન ઇ-ચલણ ચેક કરવી હોય અને રકમ ચૂકવવી હોય તો પ્લે સ્ટોર પર થી VISWAS નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકે છે અથવા  https:// echallanpayment. Gujarat.gov.in વેબસાઇટ પરથી પણ મેમો ભરી શકે છે. આ અંગે વધુ માહિતી માટે ફોન ન:- ૦૨૮૨૨-૨૪૨૬૨૫ પર સંપર્ક કરવાનું ટ્રાફિક પોલીસની યાદીમાં જણાવામાં આવ્યું છે.

(9:34 pm IST)