Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

માળીયાના ચીખલી ગામ પાછળ દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

પોલીસે ચીખલી ગામ પાછળ આવેલ ખરાબામા બાવળના ઝુંડમા દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી

મોરબી : માળીયામાં પોલીસે ચોક્કસ બાતમીને આધારે ચીખલી ગામ પાછળ આવેલ ખરાબામા બાવળના ઝુંડમા દરોડા પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે અને દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી,દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો, બેરલ સહીતનો મુદામાલ જપ્ત કર્યો છે.

માળીયા પોલીસે ચોક્કસ બાતમીને આધારે ચીખલી ગામ પાછળ આવેલ ખરાબામા આવેલ બાવળની ઝુંડમા દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સુલેમાન અયુબભાઇ પારેડી ગરમ આથો લીટર-૫૦ કિમત રૂપિયા ૧૦૦, ઠંડા આથના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા બેરેલ નંગ-૨ આથો લીટર ૪૦૦ કિમત રૂપિયા ૮૦૦, દેશી દારૂ ભરેલ કેન નંગ ૨ મા રહેલ દારૂ લી-૪૦ કિમત રૂપિયા ૮૦૦, ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયુ નંગ-૧ કિમત રૂપિયા ૪૦, પાતળી નળી નંગ-૧ તથા રેડમી 9 કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિમત રૂપીયા ૨૫૦૦ મળી કુલ રૂપિયા ૪૨૪૦ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવ્યો હતો.જેથી પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(11:43 pm IST)