Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૧૭મી ફેબ્રુઆરીના મળશે.

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૭/૦૨/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

  આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે

(11:49 pm IST)