Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

સુત્રાપાડાના હરણાસા ગામે આહિર સમાજના સમુહલગ્ન સંપન ;૧૭ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં

પ્રભાસ પાટણ: સુત્રાપાડા તાલુકાના હરણાસા આહીર સમાજ દ્વારા સમુહ લગ્ન યોજવામા અવ્યા. જેમા ગામની ૧૧ કન્યા તથા ૬ વરરાજા જોડાયેલ આમ કુલ ૧૭ દમ્પતી એ પ્રભુતમાં પગલા પાડ્યા.આ સમુહ લગ્નના આયોજનને સફળ બનાવવા સમસ્ત હરણાસા ગામ તથા સમુહલગ્ન સમિતિ એ ખુબ જ જહમેત ઉઠાવેલ.આ લગ્નમાં આશરે ૬૦૦૦ જેટલા લોકો હાજર રહી નવદંપતિ ને આર્શિવદ આપેલ.

 આ તકે ખાસ મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ખાસ ઉપસ્થીત રહેલ આ ઉપરાંત વેજાભાઇ વાળા, વિક્રમભાઇ પટાટ ચેરમેન  શિક્ષણ સમિતિ, સરમણભાઇ સોલંકી પ્રમુખ તાલુકા પંચાયત વેરાવલ, જગમાલભાઇ વાળા, મેણસીભાઇ બારડ, જેન્તીભાઇ બારડ, ઉકા આતા તથા વીવિધ ગામના સરપંચઓ તથા સમજના શ્રેશ્ઠી ઓ હાજર રહી કાર્યને દિપાવેલ તથા સમુહ લગ્નનાં આયોજનમાં સાદગી તથા સ્વછ્તાની ખાસ નોંધ લીધી અને ગ્રામજનોને ધન્યવાદ આપ્યા. જે સમુહ લગ્નસમિતિ અને ભગવાનભાઇ નાઘેરા દ્વારા જણાવવામાં આવ્યુ.

 

(12:38 am IST)