Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પત્રકાર આલમમાં ઘેરા શોકની લાગણી

જામનગરના જાણીતા પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના યુવાન પુત્ર ગુંજનનું જામનગર - ખંભાળીયા હાઇવે ઉપર બે બાઇક સામસામે અથડાતા અકસ્‍માતમાં કરૂણ મૃત્‍યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ : જામનગર - ખંભાળિયા હાઇવે પર એરપોર્ટ નજીક જામનગરના પત્રકાર ગિરીશ ગણાત્રા ના યુવાન પુત્ર ગુંજનનું બાઈક સામસામે અથડાતાં ઘટના સ્‍થળે મૃત્‍યુ નિપજયું છે.  જયારે અન્‍ય એક ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવાર માટે હોસ્‍પીટલ ખસેડવામાં આવ્‍યો છે. મોડીરાત્રે અકસ્‍માતના આ બનાવથી આશાસ્‍પદ યુવાનનું મૃત્‍યુ નિપજતા ગમગીની ફેલાઈ છે.

જામનગરના ભૂમિ દૈનિકના પત્રકાર ગિરીશભાઇ ગણાત્રાના પુત્ર ગુંજન ગિરીશભાઇ ગણાત્રા (ઉ.વ.૩૦)નું રવિવાર તા. ૨૮-૨-૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્‌ગતની અંતિમયાત્રા તેમના નિવાસસ્‍થાન ગોલ્‍ડન નેસ્‍ટ એપાર્ટમેન્‍ટ (આરામ હોટલની બાજુમાંથી) આજે બપોરે ૧૧ વાગ્‍યે નિકળી હતી. અને ગાંધીનગર મોક્ષ મંદિરમાં અંતિમ વિધિ કરાઇ હતી. તસ્‍વીરમાં અકસ્‍માતગ્રસ્‍ત બાઇક તથા મૃતક ગુંજન ગણાત્રાનો ફાઇલ ફોટો તથા મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા)

(11:56 am IST)