Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

વડિયા તાલુકામાં ૩ જિલ્લા પંચાયત સીટ અને ૧૬ -તાલુકા પંચાયત સીટ પર મતદાન

સૌથી વધુ મતદાન ૮-કુંકાવાવ નાની સીટ પર ૬૨.૯૯ % જ્યારે સૌથી ઓછુ મતદાન ૧૧ સનાળા સીટ પર ૪૩.૫૧ % નોંધાયું

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા,તા. ૧: વડિયા તાલુકામાં શાંતિ પૂર્ણ રીતે મતદાન યોજાયું હતુ.  લોકોએ શાંતિ પૂર્ણ રીતે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. જોકે સ્થાનિક સ્વારાજની ચૂંટણીમા મતદારો નો ઉત્સાહ સાવ નહિવત જોવા મળ્યો હતો. સમગ્ર તાલુકા મા સરેરાશ ૫૨.૮૩% મતદાન નોંધાયું હતુ. જેમાં વડિયા તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત સીટમા કુંકાવાવ ૫૧.૮૦% , વડિયા ૫૩.૦૨% દેવગામ ૫૩.૬૫% મતદાન થયુ હતુ. તાલુકા પંચાયત સીટો મા સૌથી વધુ મતદાન ૮-કુંકાવાવ નાની સીટ પર ૬૨.૯૯%, જયારે સૌથી ઓછું મતદાન ૧૧ સનાળા સીટ પર ૪૩.૫૧્રુ નોંધાયું હતુ. જયારે સમગ્ર તાલુકા મા કુંકાવાવ નાની -૩ બુથ પર ૭૫.૬૦% સૌથી ઓછું મતદાન ભાયાવદર -૨ બુથ પર ૩૩.૨૨% નોંધાયું છે.

ચૂંટણી અધિકારી પ્રજાપતિ, મામલતદાર ડોડીયા, નાયબ મામલતદાર રાજાઈ , ભીંડી, પટોડીયા, વાઘેલા, મંગળસિકા,ધોરાજીયા આરતીબેન, હિતેશ સોલંકી, સહીતના અધિકારીઓએ સતત દેખરેખ સાથે કર્મચારીઓ સાથે સાંકલન કરી ચૂંટણી કામગીરી નિષ્પક્ષ યોજાઈ હતી.

(12:09 pm IST)