Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઉના પાલિકા અને તા.પં.ની બેઠકોમાં ગત ટર્મ કરતા પ થી ૮ ટકા ઓછુ મતદાન

ગેસ-પેટ્રોલ અને ખાદ્યતેલના વધતા ભાવોની અસરઃ ઉના પાલિકાની પ વોર્ડની ૧૬ બેઠકો માટે ૪૯ ટકા મતદાનઃ ઉનાની તા.પં.ની ર૬ બેઠકો માટે ૬૩.પ૭ ટકા તથા ગીર ગઢડા તા. પં. ની ર૦ બેઠકો માટે ૬૦.૧૯ ટકા મતદાન

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧ :.. ઉના નગરપાલિકા અને ઉનાની તાલુકા પંચાયતની બેઠકો ઉપર ગત ટર્મ કરતા સરેરાશ પ થી  ૮ ટકા ઓછુ મતદાન નોંધાયું હતું ગેસ પેટ્રોલ અને ખાદ્યતેલના વધતા ભાવોની અસર મતદાન ઉપર જોવા મળી હતી.

ઉના પાલિકાની પ વોર્ડની ૧૬ બેઠકો માટે ૪૯ મતદાન થયું હતું. તાલુકા પંચાયતની ર૬ બેઠકો માટે ૬૩.પ૭ ટકા મતદાન થયું હતું.

ઉના નગરપાલીકાનાં પાંચ વોર્ડમાં ૧૬ બેઠક માટે સાંજે ૬ વાગ્યા સુધી ૪૯ ટકા મતદાન ગત ટર્મ ર૦૧પ માં ૬૩.૮૧ ટકા હતું. આ વખતે ઘટયુ.

ઉના નગરપાલીકાની ૩૬ બેઠક પૈકી ર૦ બેઠક બીનહરીફ થઇ ગયા બાદ પાંચ વોર્ડમાં વોર્ડ નં. ર, વોર્ડ નં. ૩, વોર્ડ નં. ૪, વોર્ડ નંબર ૬, વોર્ડ નં.૭ માંથી ૧૬ બેઠક માટે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. પરંતુ ધીમીગતિએ શરૂ રહેલ જે ૧૦ વાગ્યા પછી ઝડપ વધી હતી સાંજે ૬ સુધીમાં ૪૯ ટકા મતદાન થયું છે. ૧૬ બેઠક માટે ભાજપનાં ૧૬, કોંગ્રેસના ૧૩ અપક્ષ, ૩ મળી કુલ ૩૧ ઉમેદવારોનું ભાવી ઇ.વી.એમ. મશીનમાં કેદ થઇ ગયું છે. ૬૯૬૮ પુરૂષો પ૪૦૯ સ્ત્રીઓ એ મતદાન ઉપયોગ કર્યો હતો.

ગત ર૦૧પ ની નગરપાલીકાની સામાન્ય ચૂંટણીમાં ૬૩.૮૧ ટકા મતદાન થયું હતું મતગણતરી પછી ૩પ ભાજપ ૧ કોંગ્રેસ બેઠક મેળવી હતી. આ વખતે ભાજપે ર૦ બેઠક બીન હરીફ મેળવી લેતાં ગત ટર્મનાં આકડો વટાવે છે. કે ઘટે છે.

આ વખતે ઉનાનાં નગરજનોને મતદાન કરવા જાણે ઉત્સાહ નાં હોય તેમ નીરશ દેખાતું હતું વર્તમાન સમયમાં મોંઘવારી, મંદિ, અને ગેસ, પેટ્રોલ, ખાદ્યતેલનાં વધતા ભાવોથી  મતદારો મૌન રહી. મતદાન કરવાથી અલીપ્ત થયા હોય તેમ લાગી રહ્યું છે.

ઉનાનાં વોર્ડ નં. ૪ નાં અંબાજીનગર વિસ્તારનાં રહેવાસીઓ ઢોલ નગાર સાથે સમુહમાં મતદાન કરવા ગીરગઢડા રોડ ઉપર આવેલ ઉમીયાધામ વિશ્રામ ગૃહે પહોંચી પોતાનો પવિત્ર મતનું દાન કરી લોકશાહીને જીવંત રાખી છે.

ચૂંટણીનાં મતદાન દરમ્યાન એકંદરે શાંતિ પૂર્વક યોજાયુ હતું. પોલીસ બંદોબસ્ત ત્થા રેવન્યુ વિભાગનાં અધિકારીએ ખુબ મહેનત કરી શાંતિપૂર્વક મતદાન કરાવ્યું હતું.

ઉના તાલુકા પંચાયતની ર૬ બેઠકો માટે ૬૩.પ૭ ટકા મતદાન થયુ ગત ર૦૧પ માં ૬૮.૮૦ ટકા થયું હતું પ ટકા ઓછું ગીરગઢડા તાલુકા પંચાયતની ર૦ બેઠક માટે ૬૦.૧૯ ટકા મતદાન નોંધાયું ર૦૧પ માં ૬૮.૧પ નોંધાયું હતું ૮ ટકા ઓછુ મતદાન ગ્રામ્ય વિસ્તારમાં મતદારો મતદાનથી અલીપ્ત રહેવાનું અનુમાન મોંઘવારી, મંદિને કારણે મતદારોએ મતદાન ઓછુ કરી મૌન વિરોધ દર્શાવ્યો છે.

ઉના તાલુકા પંચાયતની ર૦ બેઠકની સામાન્ય ચૂંટણીનું મતદાન તાલુકાનાં ૭૭ ગામોમાં સવારે ૭ વાગ્યાથી શાંતિપૂર્વક શરૂ થયું હતું અને લોકો નિર્ભયપૂર્વક મતદાન કરે તે માટે વહીવટી તંત્રએ પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હતો મતદાન શરૂઆતમાં ધીમીગતીએ ત્યારબાદ ઝડપ વધી હતી. બપોરે ૧ થી ૩ ગતી ધિમી પડી હતી. સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૩.પ૭ ટકા મતદાન નોંધાયું હતું. પર૦૪૭ પુરૂષો અને ૪૯૭૬૩ સ્ત્રીઓ મળી કુલ ૧૦૧૮૧૦ મતદારોએ મતદાનનો ઉપયોગ કરી ર૦ બેઠક તાલુકા પંચાયતની ૭ બેઠકની જીલ્લા પંચાયતની ૭ બેઠકનાં ૭૮ ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કરી દીધું છે. ગત ર૦૧પ ની ચૂંટણી કરતા પ ટકા ઓછુ મતદાન નોંધાયું છે. ગત વખતે ૬૮.૮૦ ટકા થયેલ હતું. તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ - કોંગ્રેસ સારી મહેનત કરી છે.

ગીરગઢડા તાલુકા પંચાયતની ર૦ બેઠક ત્થા જીલ્લા પંચાયતની ૪ બેઠક માટે તાલુકાના ૬પ ગામોમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરતા સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૦.૧૯ ટકા મતદાન નોંધાયું છે. ૩૩૬૧પ પુરૂષો અને ર૮૩૮૬ સ્ત્રીઓએ મતદાન કરી. કુલ ૬ર૦૦૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ  કરેલ હતો. ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ કરી દીધું હતું. તાલુકા પંચાયતનાં ર૭ ઉમેદવારો ત્થા જીલ્લા પંચાયત નાં ૧ર ઉમેદવારોનું ભાવી સીલ થયું છે.

(12:07 pm IST)