Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોરબંદર પાલિકામાં સૌથી વધુ વોર્ડ નં.૮માં ૬૦ ટકા અને ઓછુ વોર્ડ નં.૯માં ૪૦ ટકા મતદાનઃ જિલ્લા-તાલુકા પંચાયતોમાં ૬૦ ટકા મતદાન

પોરબંદર પાલિકા ૪૯.પ૮ ટકા મતદાન, જિલ્લા પંચાયતમાં ૬૦.ર૯ ટકા, તાલુકા પંચાયત ૬૦.પ૦ ટકા મતદાનઃ રાણાવાવ તા.પં.પ૮.૧ર ટકા અને કુતિયાણા તા.પં.૬૧.૭૧ ટકા મતદાન

(પરેશ પારખે, સ્‍મીત પારેખ દ્વારા) પોરબંદર તા.૧ : સ્‍થાનિક સ્‍વરાજયની યોજાયેલી ચુંટણીમાં પોરબંદર નગરપાલિકામાં ૪૯.પ૮ ટકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ ૬૦ ટકા મતદાન શાંતિપુર્ણ થયુ હતુ. પોરબંદર નગરપાલિકામાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.૮માં ૬૦ ટકા અને ૬૦ ટકા તેમજ સૌથી ઓછુ વોર્ડ નં.૯માં ૪૦ ટકા મતદાન નોંધાયુ હતુ.

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાની પ્રથમ વખતની ૧૩ વોર્ડ અને પર ઉમેદવારોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયુ હતુ અને સાંજ સુધીમાં કુલ ૪૯.પ૮ ટકા મતદાન થયેલું હતુ. પોરબંદર ઇવીએમની ખામીની ફરીયાદ કે અન્‍ય કોઇ બનાવ બનેલા નથી. સરકારી તંત્ર અને પોલીસના સહયોગથી ગઇકાલે મતદાનમાં પોરબંદર - છાંયા વોર્ડ નં.૮ના સૌથી વધુ ૬૦ ટકા જેટલું મતદાન થયુ હતુ. વોર્ડ નં. ૯માં સૌથી ઓછુ ૪૦ ટકા જેટલું મતદાન જાહેર થયુ છે.

પોરબંદર જિલ્લા પંચાયતનું કુલ પરિણામ ૬૦.ર૯ ટકા અને પોરબંદર તાલુકા પંચાયતનું ૬૦.પ૦ ટકા આવ્‍યુ હતુ. જયારે રાણાવાવ તાલુકા પંચાયતનું પ૮.૧ર ટકા અને સૌથી વધુ કુતિયાણા તાલુકા પંચાયતનું ૬૧.૭૧ ટકા મતદાન થયુ છે.

ગઇકાલે પાંચ વાગ્‍યા સુધીના મતદાન પોરબંદર નગરપાલિકા ૪૪.૧૭ ટકા, પોરબંદર જિલ્લા પંચાયત પ૪.૮૩ ટકા, પોરબંરદ તાલુકા પંચાયત પ૪.૦૪, રાણાવાવ તાલુકા પંચાયત પ૪.૪૬ ટકા, કુતિયાણા તાલુકા પંચાયત પ૭.૦પ ટકા નોંધાયુ હતુ.

બપોરે ૩ વાગ્‍યા સુધીના મતદાનમાં પોરબંદર નગરપાલિકા ૩૩.પ૮ ટકા, પોરબંદર જિલ્લા પંચાયત ૪૩.૦૭ ટકા, પોરબંદર તાલુકા પંચાયત ૪ર.૩પ ટકા, રાણાવાવ તાલુકા પંચાયત ૪૩.૭૮ ટકા, કુતીયાણા તાલુકાનું પંચાયત ૪૪.ર૦ ટકા નોંધાયુ હતુ.

પોરબંદર જિલ્લામાં સવારે ૭ થી પ  વાગ્‍યા સુધીમાં નોંધાયેલ મતદાનમાં પોરબંદર -છાયા નગરપાલિકા ૪૪.૧૭ ટકા મતદાન, પોરબંદર જિલ્લા પંચાયત પ૪.૮૩ ટકા મતદાન પોરબંદર તાલુકા પંચાયત પ૪.૦૪ ટકા મતદાન રાણાવાવ તાલુકા પંચાયત પ૪.૪૬ ટકા મતદાન, કુતિયાણા તાલુકા પંચાયત પ૭.૦પ ટકા મતદાન નોંધાયુ હતુ.

પોરબંદર જિલ્લામાં સવારે ૭ થી ૬ વાગ્‍યા સુધીમાં નોંધાયેલ અંદાજીત મતદાનમાં પોરબંદર - છાયા નગરપાલિકા ૪૯.પ૮ ટકા મતદાન, પોરબંદર જિલ્લા પંચાયત ૬૦.ર૯ ટકા મતદાન, પોરબંદર તાલુકા પંચાયત ૬૦.પ૦ ટકા મતદાન, રાણાવાવ તાલુકા પંચાયત પ૮.૧ર ટકા મતદાન, કુતિયાણા તાલુકા પંચાયત ૬૧.૭૧ ટકા મતદાન નોંધાયુ હતુ.

(1:20 pm IST)