Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

નીતિન ઢાંકેચાએ ખુલ્લેઆમ ભાજપ વિરૂધ્ધ કામ કર્યુ છે : ચેતન પાણ

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સામે ભાજપના જ ઉમેદવારનો આક્ષેપ : સરધારનો વિવાદ વધુ વકર્યો : પુરાવા સાથે રજુઆતની તૈયારી

રાજકોટ તા. ૧ : સરધાર તાલુકા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ચેતન પાણએ સરધારના વતની રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીતિન ઢાંકેચા સામે પાર્ટી વિરૂધ્ધ કામ કર્યાનો ગંભીર આક્ષેપ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે ભાજપના બે જુથો વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે.

ચેતન પાણએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મને તાલુકા પંચાયતની ભાજપની ટીકીટ મળેલ. નીતિન ઢાંકેચાને ટીકીટ ન મળતા તેમણે સરધાર પંથકમાં કોંગ્રેસને જીતાડવા ખુલ્લેઆમ કામ કર્યું છે. અમે આ બાબતે પુરાવા એકઠા કર્યા છે. પોતે જવાબદાર વ્યકિત હોવા છતાં પાર્ટી વિરૂધ્ધ કામ કર્યું છે. લોકોમાં તેઓ ખુલ્લા પડી ગયા છે. પાર્ટી કક્ષાએ શિસ્ત ભંગના પગલા લેવડાવવા પુરાવા સાથે રજૂઆત કરશું. ભાજપને હરાવવા માટે ટીમ ઢાંકેચાના તમામ પ્રયાસો છતાં સરધાર પંથકમાં ભાજપનો જયજયકાર નિશ્ચિત છે.

(1:20 pm IST)