Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ખંભાળિયા પાલિકામાં પ૯.૬૧ ટકા મતદાનઃ સૌથી વધુ વોર્ડ નં.૩માં દેવભુમી દ્વારકા જીલ્લા - તાલુકા પંચાયતોની સીટો પર ભારે મતદાન

(કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળિયા તા.૧ : દેવભુમી દ્વારકાના ખંભાળિયા પાલિકાની ગઇકાલે યોજાયેલ ચુંટણીમાં કુલ પ૯.૬૧ ટકા મતદાન થયુ છે. કુલ ૩ર૪૬૬ મતદારોમાંથી ૧૦૬ર૬ પુરૂષ તથ ૮૭ર૭ સ્ત્રીઓ મળી ૧૯૩પ૩ મતદારોએ મતદાન કર્યુ હતુ.

વોર્ડ નં.૧માં ૪પ૬૪ મતદારોમાંથી ર૪૩૧, વોર્ડ નં.ર માં ૪૪૯૯ મતદારોમાંથી ર૭૮૯, વોર્ડ નં.૩માં ૪૦૪૪ મતદારોમાંથી રપ૬પ, વોર્ડ નં.૪માં ૪૯ર૧માંથી ૩૦૬પ, વોર્ડ નં.પમાં ૪૬૭પમાંથી ર૭૯પ, વોર્ડ નં.૬માં પ૬૬૬ મતદારોમાંથી ૩ર.રપ તથા વોર્ડ નં.૭માં ૪૦૯૭માંથી ર૪૮૩નું મતદાન થયુ હતુ.

દેવભુમી દ્વારકા જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં સીટો માટેની ચુંટણીઓમાં અનેક સ્થાને ભારે મતદાન થયુ હતુ.

જિલ્લા પંચાયતની બેઠકોમાં બજાણા જિ.પં.ની બેઠક માટે ૧૯ર૪૩માંથી ૧ર૪૬૬ મતો સાથે ૭૩.૧૪ ટકા, ભાડથર બેઠક માટે ર૧૧પ૭માંથી ૧ર૯ર૯ ૬૯.રપ ટકા, ચારબારામાં રર૦૧૬ મતદારોમાંથી ૧૩૯૩પ મતદાન ૬૯.૬ર ટકા થયુ હતુ.

ધતુરીયા જિ.પં.માં કુલ મતદાન ૧૭પ૭૯માંથી ૧૧૯૯૮ ઢેબર જિ.પં. સીટમાં ૧૬૩૬૩માંથી ૧૦૮૭૭, બટડીયા જિ.પં.ની બેઠક પર બીન હરીફ થતા ત્યાં ચુંટણી યોજાઇ ન હતી.

ખંભાળિયા તા.પં.માં ૧૪૪૯૬૬માંથી ૯૪૮૪૧ ૬પ.૪ર ટકા ભાણવડ તાં.પંમાં ૭૯૮૬૬માં પ૪૧પ૬ ૬૭.૮૧ ટકા, કલ્યાણપુર તા.પં.માં. ૧૩૬૮૮૦માંથી ૯૬૦૬૩ તથા દ્વારકામાં ૩૭પપરમાંથી રર૪૧૬, મતદાન થયેલ.

(1:22 pm IST)