Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ યથાવત

બપોરના સમયે ધોમધખતા તાપથી ઉનાળા જેવું હવામાન

રાજકોટ, તા. ૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ઉનાળો જામતો હોય તેવું વાતાવરણ છવાઇ રહ્યું છે. અને બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબજેબ થઇ રહ્યા છે. શિયાળામાં વિદાય લીધી હોય તેમ સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ બફારો શરૂ થવા લાગે છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે. તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા અસહ્ય ઉકળાટ સાથે ગરમીનો અનુભવ થાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહતમ તાપમાન ૩૩.ર ડિગ્રી, લઘુતમ ૧૮ ડિગ્રી, ભેજ ૯ર ટકા અને પવનની ઝડપ ૪.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(1:22 pm IST)