Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ખંભાળીયા વિંજલપર રોડ ઉપર વાહન હડફેટે ઇજા

 ખંભાળીયા : વિંજલપર રોડ પર બે વ્યકિત બાઇક લઇને જતા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા એક આઘેડને પગ ભાંગી જતા ભાણવડ ૧૦૮ દ્વારા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. (તસ્વીર  - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળીયા)

(1:26 pm IST)
  • અમેરિકામાં ફરી કોરોના કેસો ઘટવા લાગ્યા, છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર નવા કેસ નોંધાયા: બ્રાઝિલમાં ૩૪ હજાર, ફ્રાન્સમાં ૧૯ હજાર, ઇંગ્લેન્ડ અને જર્મનીમાં ૬ હજાર ભારતમાં ૧૫૫૦૦ અને યુનાઈટેડ આરબ અમીરાતમાં થોડા ઘટીને ૨૯૦૦ નવા કેસ નોંધાયા છે: જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૫, ચીનમાં ૧૯ અને હોંગકોંગમાં ૨૨ નવા કોરોના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • મમતા બેનરજીનો ધ્રુજારો : લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના તેજસ્વી યાદવને સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પંચનો કંટ્રોલ ભાજપ કરે તેવું અમને માન્ય નથી. access_time 7:41 pm IST