Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટ દુધ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાનું પરિવાર સાથે મતદાન

 લોકશાહીનું પર્વ એટલે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં યોજાઈ હતી જેમાં લોકશાહીના પર્વના ભાગરૂપે રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ પોતાના પરિવાર સાથે વતન વિરપુરમાં કુમારશાળા ખાતે મતદાન મથકે મતદાન કર્યું હતું,રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ જણાવ્‍યું હતું દરેક મતદાતા વ્‍યક્‍તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પર્વમાં ભાગીદાર બનવું જોઈએ. (તસ્‍વીરઃકિશન મોરબીયા-વિરપુર)

(1:27 pm IST)