Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સોનુ ડાંગરના સાગ્રીત બાબુ બસિયાની ભેંસાણથી ધરપકડઃ છ વર્ષથી ફરાર હતો રાજકોટ પોલીસને કબ્‍જો અપાયો

જુનાગઢ, તા. ૧ : સને ૨૦૧૪ ની સાલમાં તા. ૧૭.૧૨.૨૦૧૪ ના રોજ રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રૈયા રોડ ઉપર સદગુરુ તીર્થધામ કોમ્‍પલેક્ષ મા બંટી મોબાઈલ નામની દુકાન ધરાવતા અને કિસાનપરા શેરી ન. ૦૧ મા રહેતા ફરિયાદી વિજય પ્રવીણભાઈ મકવાણાની દુકાને મોબાઈલ ખરીદવા બાબતે  રકઝક કરી, આરોપી સોનુ ડાંગર તથા ત્રણ અજાણ્‍યા આરોપીઓ વિરુદ્ધ પીસ્‍ટલ માંથી પાંચ રાઉન્‍ડ ફાયરિંગ કરી, ખૂનની કોશિશનો ગુન્‍હો દાખલ થયેલ હતો. આ ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના ખૂનની કોશિષના ગુન્‍હામાં તપાસ દરમિયાન સોનુબેન ચંદુભાઈ ડાંગર ઉર્ફે લેડી ડોન તેમજ ભુપતભાઇ ઉર્ફે બાલુ જીલુભાઈ બસિયા રહે. ગળત તા. ભેસાણ, ચૈતન્‍ય ગીરીશભાઈ ચૌહાણ દરજી રહે. રાજકોટ તથા મયંક મહેન્‍દ્રભાઈ ખજૂરીયા રહે. રાજકોટ સહિતના ચાર આરોપીઓના નામ ખૂલેલ હતા. આ ગુન્‍હામાં મયંક મહેન્‍દ્રભાઈ ખજૂરીયાની ધરપકડ કરવામાં આવેલ જ્‍યારે સોનુ ડાંગર સહિત બે આરોપીઓએ હાઇકોર્ટનો હુકમ મેળવેલ હતો. જ્‍યારે આરોપી ભુપતભાઇ ઉર્ફે બાલુ જીલુંભાઈ બસિયાનું આ ખૂનની કોશિષના ગુન્‍હામાં નામ ખુલી ગયા બાદ આજદિન સુધી છેલ્લા ૦૬ વર્ષથી વોન્‍ટેડ હોઈ, ર્ંછેલ્લા છ વર્ષથી નાસતો ફરતો વોન્‍ટેડ હતો. જેની અવારનવાર પોલીસ દ્વારા તપાસ કરવા છતાં મળી આવતો ના હતો અને પોતાની ધરપકડ ટાળવા પોલીસ પક્કડથી દૂર્રં હતો. ઉપરાંત, તાજેતરમાં રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જનકસિંહ રાણા દ્વારા જૂનાગઢ પોલીસને આરોપી વોન્‍ટેડ હોવાની જાણ પણ કરવામાં આવેલ હતી. 

 ંજૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ.ડી.વાળાને મળેલ બાતમી આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પીઆઇ કે.એ.વાળા તથા પીએસઆઇ જનકસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ હે.કો. ખોડુભા જાડેજા, કિશોરભાઈ ઘૂઘલની મદદમાં ભેસાણ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ.ડી.વાળા, સ્‍ટાફના હે.કો. બળવંતસિંહ, રમેશભાઈ, પો.કો. કલ્‍પેશભાઈ, સંજયભાઈ, સહિતની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ખાસ ઝૂંબેશના ભાગરૂપે આ ર્ંરાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના ખૂનની કોશિષના ગુન્‍હામાં વોન્‍ટેડ નાસતો ફરતો આરોપી આરોપી ભુપતભાઇ ઉર્ફે બાબુ જીલુંભાઈ બસિયા ઉવ. ૨૪ રહે. ગળત, તા. ભેસાણ જી. જૂનાગર્ઢં ને ભેસાણ ખાતેથી જૂનાગઢ પોલીસના સહકારથી પકડી પાડી, હસ્‍તગત કરી, રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.

 

(1:36 pm IST)