Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગીર સોમનાથ જીલ્લામાં ભાજપનો ભવ્ય વિજય થશેઃ ઝવેરીભાઈ ઠકરાર

કોંગ્રેસનો પંજા છવાય જશેઃ મનસુખ ગોહેલઃ વેરાવળમાં આર.જે.પી ને ૧૦ સીટો મળશેઃ રવિ ગોહેલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧: ગીર સોમનાથ જીલ્લા માં ભારે મતદાન થતા બન્ને પક્ષોએ ભવ્યવિજયનો આશાવાદ વ્યકત કરેલ હતો વેરાવળ નગરપાલિકામંા અપક્ષોએ પણ અમુક વોર્ડ માં જીત નો દાવો કરેલ હતો.

ગીર સોમનાથ જીલ્લા માં જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત નગરપાલિકામાં ભારે બહુમતી સાથે ભગવો ઝંડો લહેરાશે તેમ ગુજરાત સંગઠન મંત્રી  ઝવેરીભાઈ ઠકરાર તેમજ, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જીલ્લા પ્રમુખ માનસીભાઈ પરમારએ જણાવેલ હતું કે જીલ્લા પંચાયત ની ર૮ સીટો માંથી સૌથી વધારે સીટો મળશે ઉના નગરપાલિકામાં બિનહરીફ થતા ભગવો લહેરાય ગયો છે વેરાવળ, તાલાલા, સુત્રાપાડામાં સૌથી વધુ ઉમેદવારો ભારે બહુમતીથી ભગવો લ્હેરાવશે.

વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના, ગીરગઢડાની ૧ર૮ સીટોમાંથી સૌથી વધારે ઉમેદવારો જંગી બહુમતી થી જીતશે તમામ પંચાયતોમાં ભગવો લહેરાશે.

જીલ્લા પંચાયત ની ર૮ સીટોમાં ગતવખત કરતા પણ વધારે સીટો મેળવી ભાજપ પુરેપુરી બહુમતી મેળવશે ભગવો ઝંડો લહેરાવશે સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં તમામ જગ્યાએ મતદારોએ મતદાન મથક સુધી પહોચી ભાજપમાં મતદાન કરેલ હોય તેવું આંકડાઓ દર્શાવી રહયા છે.

ગીર સોમનાથ જીલ્લા કોંગે્રસના પ્રમુખ મનસુખભાઈ ગોહેલ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમાએ મતદારોનો ખુબજ ઉત્સાહ કોંગ્રેસ તરફી હોય અને જીલ્લામાં ચારે ચાર ધારાસભ્યો કોંગ્રેસના હોય જેથી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ હતો.

વેરાવળ નગરપાલિકાના રાષ્ટ્રીય જન ચેતના પાર્ટી ના રવિભાઈ ગોહેેલ,ઉદયભાઈ શાહ જણાવેલ હતું કે વોર્ડ.૧,૭,૯ માં મતદારોએ અમારા તરફી મતદાન કરેલ છે જેથી ૧૦ સીટના ઉમેદવારો જીતી જશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ હતો.

(3:01 pm IST)