Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સહકારી સંસ્થાઓની વર્ચ્યુઅલ બેઠકઃ સંઘાણીની ઉપસ્થિતી

એન.સી.યુ.આઇ., નાફેડ, ઇફકો, નાફસ્કોબ, નાફકબ એન.એફ.એન. સહીત દેશની સર્વોચ્ચ

અમરેલી, તા.,૧: કોરોનાની લહેર ગત સાલ કરતા વધુ વિકરાળ બની છે, સરકાર અને સામાજીક સંસ્થાઓ આ આપદામાંથી બહાર આવતા અનેક પ્રયાસો કરી રહી છે તેમાં દેશની સહકારી સંસ્થાઓ ઝડપી અને અસરકારક લોકપયોગી કાર્યો અને સવલતો લોકોની વચ્ચે લાવે તે માટેના ઉપયોગી ઉપાયો શોધવા અંગેની બાબતોને અગ્રતા આપવા દેશની નામાંકીત સહકારી સંસ્થાઓ એનસી.યુ.આઇ., નાફેડ, ઇફકો, નાફસ્કોબ, નાફકબ અને નેશનલ ફિલ્મ એન ફાઇન આર્ટસ કો.ઓપ.ની યોજાયેલ વર્ચ્યુઅલ ગર્વનીંગ કાઉન્સીલમાં ભાગ લેતા રાષ્ટ્રીય સહકારી નેતા દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.

સંઘાણીએ વધુમાં જણાવેલ કે હજુ તો ગત સાલની મુશ્કેલીઓમાંથી બહાર નથી આવ્યા ત્યા એથી પણ વધુ વિકરાળ બનેલ કોરોનાકાળનો સહકારથી સામનો કરવા અને તે માટે આવશ્યક તમામ જરૂરીયાતો લોકો વચ્ચે પહોચે તે માટેના ઉપાયો-સામુહીક પ્રયાસો પર ભાર મુકેલ.

અત્રે એ નોંધનીય બાબત છે કે ગત સાલ કોરોનાકાળમાં ખેડુત સમયસર કૃષિ ધિરાણ ભરી શકે તે માટે એક વિશિષ્ટ ફંડની જોગવાઇ સાથે ખેડુતોને મદદરૂપ બનવાના પ્રયાસમાં જીલ્લાભરના ખેડુતોને લાભ મળેલ અને સમયસર ધિરાણ નવુ-જુનુ કરવામાં આવેલ તેમ યાદીના અંતમાં જણાવાયેલ છે.

રૂપાલાની ગ્રાન્ટ આશીર્વાદરૂપ છે

આ તકે અમરેલીના ડાયનેમીક ગૃપના પ્રમુખ હરેશભાઇ બાવીશીએ જણાવ્યું હતુ કે માનશ્રી પરશોતમભાઇ રૂપાલા દ્વારા ફાળવાયેલ રૂ.૧ કરોડની ગ્રાન્ટમાંથી અમરેલી સિવિલ તથા રાજુલા સબ-ડીવીઝનલ હોસ્પીટલમાં ઓકસીજન પ્લાન્ટ તથા અમરેલીની સિવિલ તથા રાધીકા હોસ્પીટલમાં વેન્ટીલેટરની સુવિધામાં વધારો થશે જેનાથી જીલ્લાના છેવાડાના દર્દીઓને કોરોના સારવાર લેવામાં પડતી મુશ્કેલી તથા હાલાકી ઓછી થશે જે સમગ્ર જીલ્લા માટે કોરોનાની લડાઇ લડવામાં પરીણામલક્ષી સાબીત થશે.

ખેડુતોને વ્યાજ મુકિતનો લાભ આપવાનો અભિગમ

કોરોનાકાળ, ખેત જણસની હરરાજી બંધ, સ્વૈચ્છીક લોકડાઉન વચ્ચે ખેડુતોની આર્થીક મુશ્કેલીને હળવી કરવા વ્યાજ મુકિત આપવા સંદર્ભે પુર્વે કેબીનેટ મંત્રી-ખેડુત પુત્ર દિલીપ સંઘાણી તરફથી કરવામાં આવેલ રજુઆતને સહકારી સંસ્થાઓની વર્ચ્યુઅલ મીટીંગમાં જોડાયેલા નાબાર્ડના ચેરમેનએ સકારાત્મક રીતે મુલવીને વ્યાજબી વાતને સમર્થન સાથે આગળની કાર્યવાહી કરવાનો સુર વ્યકત કર્યો છે.

સંઘાણી તરફથી વ્યાજ મુકિત અંગે કરવામાં આવેલ રજુઆત પૈકીની એક રજુઆત નાબાર્ડના ચેરમેન સમક્ષ પણ કરવામાં આવેલ હોઇ, આજની મીટીંગમાં તે રજુઆતને સમર્થન સાથે આગળની કાર્યવાહી માટે ધપાવવા જણાવાયેલ હોવાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.

(11:52 am IST)