Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

અમરેલી જીલ્લામાં વાવાઝોડા ગ્રસ્તો માટે માટી-રેતી ઉપાડવા મંજૂરી આપવા માંગણી

નારણભાઇ કાછડીયા દ્વારા વિજયભાઇ રૂપાણી, સી.આર.પાટીલને રજૂઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧ : અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર પાઠવીને વાવાઝોડા બાદ અમરેલી સંસદીય વિસ્તારમાં ખૂબ જ નુકશાન થયુ છે ત્યારે અમરેલી અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોને આગામી બે મહિના સુધી રોકટોક વગર માટી અને રેતી ઉપાડવા માટે રજૂઆત કરેલ છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ વાવાઝોડા સાથે પડેલ વરસાદને લીધે સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારના ખેડૂતોને ખેતરાના પાળા ઓરડીઓ વેપારીઓની દુકાનો, સામાન્ય લોકો અને મજૂરોના મકાન, દિવાલ અને ફરજાઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. ત્યારે અસરગ્રસ્તોને બાંધકામ માટે રેતી અને માટીની ખૂબ જ જરૂરિયાત ઉભી થતા લોકો અને ખેડૂતોને બે મહિના સુધી રોકટોક વગર જરૂરિયાત મુજબની માટી અને રેતી મળી રહે તે માટે સરકાર તરફ ઝડપથી નિર્ણય લેવાય તે માટે રજૂઆત કરી છે.

(1:01 pm IST)