Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ ડો.હિતેશ જાની ની ભારત સરકાર ના એનિમલ વેલફેર બોર્ડ માં ડાયરેક્ટર તરીકે પુનઃ નિયુક્તી

સમગ્ર દેશ ના નિયુક્ત પામેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકો માં ભારત સરકારના બોર્ડમાં જામનગરના ડો. હિતેશ જાની ગુજરાત રાજ્યમાંથી એક માત્ર નિયુક્ત થયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧

ભારત સરકાર ના “પ્રાણી કલ્યાણ” ક્ષેત્રે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા માં જામનગર ના વતની અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડો. હિતેશ જાનીની મોદી સરકાર દ્વારા પુન: નિયુક્તિ કરવામાં આવી છે. 

ભારત સરકાર ના “પ્રાણી કલ્યાણ” ક્ષેત્રે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા કે જે, કેન્દ્ર સરકાર ના એગ્રીકલચરલ અને એનીમલ હસબન્ડરી મિનીસ્ટ્રી દ્વારા સંચાલિત છે, જેમાં ગૌસેવા સહિત કીડી થી કુંજર (હાથી ) કોઈ પણ પ્રાણી- પશુ- પક્ષી સહિત સમગ્ર જીવ જંતુ ની રક્ષા અને કલ્યાણ ની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

આ બોર્ડ માં લોકસભા તથા રાજ્ય સભાના સાંસદો તથા વિવિધ મંત્રાલયો ના સેક્રેટેરીઓ ના સરકારી સભ્યો તથા દેશના ૧૧ વરિષ્ઠ એક્સ્પર્ટ વૈજ્ઞાનિકો મળીને કુલ ૨૦ સભ્યોની નિયુક્ત આ બોર્ડ માં થાય છે, જે ગેજેટેડ બોર્ડનું સ્વતંત્ર હેડ ક્વાર્ટર વલ્લભગઢ હરિયાણા ખાતે આવેલું છે. 

 

ડો. હિતેશ જાની આ પહેલાં પણ ૫ વર્ષ સુધી આ બોર્ડ ના ડાયરેક્ટર રહ્યા છે. જેમના કાર્ય ની નોંધ લઈ ને મોદી સરકારે તેમની પુનઃ નિયુક્ત કરેલ છે.

 

સમગ્ર દેશ ના નિયુક્ત પામેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકો માં ભારત સરકાર ના આ બોર્ડમાં જામનગરના ડો. હિતેશ જાની ગુજરાત રાજ્ય માંથી એક માત્ર નિયુક્ત થયેલા છે.

(5:10 pm IST)