Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જિલ્લા પંચાયતમાં વર્ષોથી કામ ના કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા ભાજપ અગ્રણીઓ પુર્વેશ મોદી પાસે પહોંચ્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના બાંધકામના કામો વર્ષો થયા કંપની એજન્સીઓ દ્વારા ના કરાતા વારંવાર લેખિત મૌખિક સુચનાઓ આપવા છતા પણ આ એજન્સીએ કામ ના કરતા લાંબા સમયથી કામો ના થતા જિ.પં. દ્વારકાના પ્રમુખ રાજીબેન મોદીની આગેવાનીમાં ભાજપના જિ.પં.ના સદસ્યો તથા અગ્રણીઓ રાજયના કેબીનેટ મંત્રી પુર્ણેશ મોદીને રૃબરૃ મળીને રજુઆત કરતા મંત્રી પણ આવડી બેદકારી કોન્ટ્રાકટરોની જોઇ ચોંકી ઉઠયા હતા.

કડક કામગીરી માટે જાણીતા મંત્રી પુર્ણેશ મોદીએ બ્લેકલીસ્ટ તત્કાલ કરવા આદેશ કરતા ભારે ચર્ચા જાગી છ.ે

બ્લેકલીસ્ટ કરવા કડક કાર્યવાહીની રજુઆતના પગલે મંત્રીએ કાર્યવાહી હાથ ધરતા કોન્ટ્રાકટર લોબીમાં ભારે સોંપો પડી ગયો છે.

(12:59 pm IST)