Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વિસાવદરમાં કાલે પાલિકા દ્વારા ‘‘સેવાસેતુ કાર્યક્રર્મ''નુ આયોજન

સ્‍થળ પર જ વિવિધ યોજનાઓ અંતર્ગત દાખલા-પ્રમાણપત્રો-કાર્ડ અપાશે : નગરજનોને બહોળા પ્રમાણમાં લાભ લેવા પ્રમુખ-ઉપ પ્રમુખનો અનુરોધ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧ : વિસાવદર નગર પાલિકા આયોજીત રાજ્‍ય સરકારની સુચના મુજબ આવતીકાલે તા.૨ શનિવારના રોજ સવારે ૯થી સાંજે ૫ સુધી નગર પંચાયત હાઇસ્‍કૂલ-વિસાવદર ખાતે ‘‘સેવાસેતુ કાર્યક્રર્મ''નું આયોજન કરાયું છે જેનો નગરજનોએ બહોળા પ્રમાણમાં લાભ લેવા પાલિકા મુખ કૌશિકભાઇ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા, ચીફ ઓફિસર પી.એસ.ચૌહાણે અપીલ કરી છે.

પાલિકા પ્રમુખ વાઘેલા-ઉપપ્રમુખ ડોબરીયાના જણાવ્‍યા અનુસાર આ ૅસેવાસેતુ કાર્યક્રર્મમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્‍જ્‍વલ્લા યોજના, બીપીએલ યાદીના દાખલા, કુપનની કામગીરી, શોપ લાયસન્‍સ, ટેક્ષ બ્રાન્‍ચ,બાંધકામની કામગીરી,જન્‍મ મરણના દાખલા, લગ્ન નોંધણી, કુંવરબાઇનુ મામેરૂ, માં અમળતમ કાર્ડ, મેડિકલ ચેકઅપ, ડાયાબીટીસ બીપી ચેકઅપ,આર.ટી.ઓ.,સમાજ કલ્‍યાણ, સમાજ સુરક્ષા, બેંકને લગતા કામ, મરણોત્તર સહાય વિતરણ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ સ્‍થળ જ અપાશે જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા નગરજનોને નિમંત્રિત કરાયા છે.

ૅસેવાસેતુ કાર્યક્રમૅને સફળ બનાવવા પાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા,ઉપપ્રમુખ ઘનશ્‍યામભાઇ ડોબરીયા,ચીફ ઓફિસર પી.એસ.ચૌહાણ,હેડ કલાર્ક અરૂણકુમાર બી.ભટ્ટ, એકાઉન્‍ટન્‍ટ બી.કે.જોષી, ઈજનેર વિશાલ પાંભર, બાંધકામ સુપરવાઇઝર રણજીતભાઇ દાહીમા, સેની.ઈન્‍સ. રમેશભાઈ ડાંગર,કલાર્ક જયદેવ ભટ્ટ, કોમ્‍પ્‍યુ.ઓપ.રાજેશ કવા,તાહેર વાઘ તેમજ વિસાવદર નગર પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યો  કિર્તીબેન પરશોતમભાઇ સોજીત્રા, રહીમભાઇ ગફારભાઇ મોદી, વિપુલભાઇ ગીરધરભાઇ  રતનપરા, વિજયાબેન ગીરીશભાઇ અભાણી,જસુમતીબેન ભરતભાઇ વ્‍યાસ, રજનીકભાઇ આણંદભાઇ ડોબરીયા, ગીતાબેન મનીષભાઇ રિબડીયા, જીજ્ઞાસાબેન જયેન્‍દ્રભાઇ દાહીમા, ઉષાબેન જયદીપભાઇ દાહીમા, નિલેષભાઇ રમણીકભાઇ દવે, રેખાબેન જસુભાઇ બસીયા, ડીમ્‍પલબેન રાજેશભાઇ રિબડીયા, કિરણબેન લલિતભાઇ રિબડીયા, વર્ષાબેન મનહરભાઇ દાફડા, ઇલ્‍યાસભાઇ ઇસ્‍માઇલભાઇ મોદી, વિમલાબેન રમણીકભાઇ દુધાત, કમલેશભાઇ છગનભાઇ રિબડીયા, શોભનાબેન અશોકભાઇ રૂદ્રાતલા, મંજુલાબેન -વીણભાઇ પંડ્‍યા, રમેશભાઇ વ્રજલાલભાઇ માંગરોળીયા, મનીષભાઇ સમજુભાઇ રિબડીયા, કંચનબેન જયંતિભાઇ ભુવા ઉપરાંત સમાજશ્રેષ્ઠીઓ નાગરિકોને આ ૅસેવાસેતુ  કાર્યક્રમૅ અંતર્ગત સ્‍થળ પર જ વધુમાં યોજનાકીય લાભો વધુમાં વધુ ઉપલબ્‍ધ થાય તે અંગે જહેમત ઉઠાવી રહ્યા છે.

  વિસાવદર પે સેન્‍ટર કન્‍યા શાળા ખાતે શાળા પ્રવેશોત્‍સવ ની શાનદાર ઉજવણી

 વિસાવદર : ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર -ેરિત તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જુનાગઢનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર શહેર ની શૈક્ષણિક ક્ષેત્રે રાજ્‍યકક્ષા સુધી રમતોત્‍સવ, વિજ્ઞાન ગણિત પ્રદર્શન, ઉર્જા ઉત્‍સવ સહિતના વિભાગોમાં શાળાનાં ઉત્‍સાહી શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ પ્રતિનિધિત્‍વ કરી ચુકેલ તેમજ વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માં અગ્રેસર એવી પે સેન્‍ટર કન્‍યા શાળા વિસાવદર ખાતે શાળા પ્રવેશોત્‍સવ ની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ધોરણ ૧ પહેલાં માં તેમજ આંગણવાડી માં પ્રવેશ મેળવનાર તમામ બાલદેવો ને ઉપસ્‍થિત મહાનુભાવો નાં વરદ હસ્‍તે શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવેલ તેમજ ધોરણ ૩ થી ૮ માં ગત વાર્ષિક પરિક્ષા માં પ્રથમ, દ્વિતિય તેમજ તળતીય નંબર મેળવનાર શાળાનાં તેજસ્‍વી તારલાઓ ને પુસ્‍તક અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ ગત વર્ષે રાજ્‍ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ એન એમ એમ એસ પરિક્ષા માં ડ્રિસ્‍ટ્રીકટ રેન્‍ક ૯૫ સાથે ઉત્તિર્ણ થઈ મેરીટ માં સ્‍થાન મેળવનાર શાળાની વિદ્યાર્થીની સાનીયા ઈલ્‍યાસભાઈ સુમરાને શ્રેષ્‍ઠ શિક્ષા ગૌરવ સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માનિત કરવામાં આવેલ તેમજ એપોલો ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વિસાવદર અને દુધાળા સરકારી માધ્‍યમિક શાળાને ગવર્મેન્‍ટ ઓફ ઈન્‍ડિયા સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત ડિસ્‍ટ્રીક લેવલ એવોર્ડ મહાનુભાવો નાં વરદ હસ્‍તે અર્પણ કરી પ્રોત્‍સાહિત  કરવામાં આવેલ.શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સરકારશ્રીની વિવિધ યોજનાઓ, શિક્ષણને લગતાં વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ પ્રોજેક્‍ટો તેમજ કન્‍યા કેળવણી અંતર્ગત મળતી જુદી-જુદી સુવિધાઓ સાથે સરકારી શાળા માં વિદ્યાર્થીઓને મળતાં વિશેષ લાભો તેમજ જીવન માં શિક્ષણ નાં ફાયદા અને મહત્‍વ વિશે ઉપસ્‍થિત સૌને માહિતગાર કર્યા હતાં. કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે રૂટના મુખ્‍ય અધિકારી તરીકે આંગણવાડી વિભાગના સુપરવાઈઝર લીલાબેન વાઢેર, લાયઝન અધિકારી તરીકે ખુદાબક્ષભાઈ એ.બ્‍લોચ, જુનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી રમણીકભાઇ દુધાત્રા, વિસાવદર લાયન્‍સ કલબ નાં સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ, એપોલો ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વિસાવદર નાં કેમ્‍સ ડાયરેકટર સી આર જોધાણી, શાળાનાં પૂર્વ આચાર્યા જશુમતિબેન ચાવડા, દુધાળા માધ્‍યમિક શાળાનાં હીનાબેન અજમેરા, બીઆરસી કચેરી માંથી આઈઈડી વિભાગનાં ભરતભાઈ નિમાવત, શાળા વ્‍યવસ્‍થાપન સમિતિનાં હોદેદારો, આંગણવાડીના બહેનો,વિદ્યાર્થીની બાળાઓના માતા પિતા તેમજ વાલીગણ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે ધોરણ પહેલાં માં પ્રવેશ મેળવેલ તમામ બાલદેવો ને શાળા પરિવારના આર્થિક સહયોગથી શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવેલ તેમજ આજના આ -સંગે લાયન્‍સ કલબ ઓફ વિસાવદર દ્વારા તમામ બાલદેવો ને બુંદી ગાંઠીયા સાથેનું ભોજન પીરસવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્યા રૂકશાનાબેન જે.બ્‍લોચ, વિજયભાઈ વેકરીયા, સોનલબેન વરૂ તેમજ બાબુભાઈ સાયરિયા સહિતના શાળા પરિવારે જહેમત ઉઠાવેલ.કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનાં  ઉત્‍સાહી શિક્ષિકા બહેન સોનલબેન વરૂનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ તેમજ કાર્યક્રમનું આભાર દર્શન ખુદાબક્ષભાઈ બ્‍લોચ દ્વારા કરવામાં આવ્‍યું હતુ.

 

વિસાવદર લાયન્‍સ કલબ દ્વારા કન્‍યા શાળાની બાળાઓને ભોજન પીરસાયું

 વિસાવદર  લાયન્‍સ કલબ વિસાવદરના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન લાયન ભાસ્‍કરભાઈ જોશીની ઉમદા પ્રેરણા તેમજ લાયન્‍સ કલબ વિસાવદરના પ્રેસિડેન્‍ટ લાયન ચંદ્રકાન્‍તભાઈ ખુહાનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ડાયરેકટર લાયન્‍સ કલબ વિસાવદરના સેક્રેટરી લાયન રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગ થી શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત વિસાવદર પે સેન્‍ટર કન્‍યા શાળાની બાળાઓને બુંદી ગાંઠીયા સાથેનું ભોજન પીરસવામાં આવ્‍યું સાથે શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત દુધાળા (ગીર)  પ્રાથમિક શાળા,માણંદિયા -ાથમિક શાળા, જીવાપરા પ્રાથમિક શાળા તેમજ ગંજીવાડા  પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં બાળકોને બિસ્‍કીટ પેકેટ તેમજ ચોકલેટ વિતરણ કરવામાં આવ્‍યા હતા.

 ડો. અબ્‍દુલ કલામસરના ડ્રીમ પ્રોજેકટ તરફ વિસાવદર શૈક્ષણિક સંકુલ માંડાવડની કૂચ કદમ

 ભારતના ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્‍દુલ કલામના એક ડ્રીમ -પ્રોજેકટ કે ભારતના છેવાડાના ગામડાઓના વિધાર્થીઓ વિજ્ઞાન અને ગણિતની પારંગતતા મેળવે અને વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન કરે તેવા સ્‍વપ્નને સાકાર કરવા ડો.એ.પી.જે.અબ્‍દુલ કલામ ચિલ્‍ડ્રન સેન્‍ટર - દિલ્‍હી સંસ્‍થા દ્વારા ડો.ચંદ્રમૌલી અને મેહુલના માર્ગદર્શન હેઠળ એક વિજ્ઞાન અને ગણિતને લગતો સેમિનાર વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ-માંડાવડ ખાતે યોજાયો .જેમાં વિધાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહભેર ભાગ લીધો.આ સેમિનારમાં બાળકોને પોતાનામાં છુપાયેલી શકિતઓને યોગ્‍ય સમર્થન અને દિશા મળી હતી.વિવિધ પ્રોજેકટસ દ્વારા બાળકોએ અચંબિત કરી દે એવુ કૌશલ્‍ય દર્શાવેલ હતુ. ઝંઝવાડિયા હેતલ, સાવલિયા રૂચિતા,  કુબાવત ધર્મેન્‍દ્ર તથા સ્‍ટાફ ભાઈઓ બહેનોએ વિધાર્થીઓના માર્ગદર્શકોની ભૂમિકા અદા કરી હતી. સમગ્ર સેમિનારના સફળ સંકલનકર્તા  તરીકે પ્રિન્‍સીપાલ પ્રફુલ વાડદોરીયા,સુરેશ ફૂલમાળીયા તેમજ મણિલાલ ભેસાણીયા હતા.કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્‍ટ મંડળ વતી મેનેજીંગ ટ્રસ્‍ટી જે.કે.ઠેસિયાએ અભિનંદન આપ્‍યા હતા.અને બાળકો વિજ્ઞાન-ગણિત ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તે માટે સતત પ્રયાસો કરવાની ેપ્રેરણા આપી હતી.

(12:59 pm IST)