Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે અષાઢી બીજથી મેઘરાજા મહેરબાન : ભાવનગર જિલ્લાના વલભીપુરમાં બે કલાકમાં અઢી - ભાવનગર - જેતપુરમાં દોઢ - તાલાલા અને ધોરાજીમાં એક ઇંચ : અન્યત્ર ઝાપટા થી માંડીને પોણો ઇંચ : રાજકોટમાં કાળા ડિબાંગ વાદળા સાથે વરસતો વરસાદ

રાજકોટ તા.૧

      રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે  અષાઢી બીજથી મેઘરાજા મહેરબાન થયા છે. આજે બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં બે કલાકમાં અઢી  - ભાવનગર - જેતપુરમાં  દોઢ  - તાલાલા અને ધોરાજીમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે અન્યત્ર ઝાપટા થી માંડીને પોણો ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટમાં કાળા ડિબાંગ વાદળા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બપોરના ત્રણ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે આ લખાય છે ત્યારે સાંજે 4:30 વાગ્યા સુધીમાં

પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

             અમરેલી જિલ્લાના બાબરા તથા અમરેલી શહેરમાં અડધો ઇંચ જ્યારે જાફરાબાદ ધારી અને બગસરામાં ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડામાં ઝાપટા પડ્યા છે.

              ભાવનગર જિલ્લાના વલભીપુરમાં અઢી ઇંચ તથા ભાવનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પાલીતાણા તળાજા અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે ગારીયાધાર ,ધોધા ,જેસર અને સિહોર માં ઝાપટા 

પડ્યા છે.

           ગીર સોમનાથ જિલ્લાના તાલાલામા એક ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે ઉના અને ગીરગઢડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે કોડીનાર માં ઝાપટા રૂપે વરસાદ પડ્યો છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ હળવા ઝાપટા પડ્યા છે.

       રાજકોટ જિલ્લાના જેતપુર અને ધોરાજીમાં એક ઇંચ તથા જામકંડોરણા અને રાજકોટમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે ગોંડલમાં અને લોધિકામાં ઝાપટા રૂપે વરસાદ પડ્યો છે.

          જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવ્યું છે કે જુનાગઢ ભેસાણ મેંદરડા વંથલી અને વિસાવદરમાં અડધો ઇંચ તથા માંગરોળ અને કેશોદમાં ઝાપટા પડ્યા છે.

(4:54 pm IST)