Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જેતપુર મેઘરાજા અનરાધાર : બે કલાકમાં 2 ઇંચ વરસાદ રાધાપાર્ક વિસ્તારમાં મકાન ઉપર વીજળી પડી જાનહાનિ ટળી

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧ : શહેરમાં ભારે ઉકળાટ  બાદ આજે અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા સવાર થી જ મેઘરાજા એ  હેત વર્ષાવતા થોડી થોડી વારે વરસતો હોય બપોરે 3 વાગ્યાના અરસામાં વજળીના કડાકા સાથે મેઘરાજા તૂટી પડેલ જે 2 કલાકમાં 2 ઇંચ વરસ્યો હતો.
       વીજળી અમરધામ, રાધા પાર્ક વિસ્તારમાં રહેતા એલ.આઇ.સી. એજન્ટ ગોપાલભાઈ  કાલરીયા ના રહેણાંક મકાન ઉપર પડતા સ્લેબ તોડી અંદર ઉતરતા ઘરના ઇલેક્ટ્રિક અને ઇલોક્ટ્રોનિક ઉપકરણો બળી ને ખાક થઈ ગયા હતા મોટી નુકશાની થયાનું તેમણે જણાવેલ હતું.

(7:47 pm IST)