Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

જૂનાગઢના ઉપરકોટમાં રિનોવેશનની કામગીરીને લઇ હાલ કોઇ બોર્ડ હયાત નથી : જવાહર ચાવડા

નવા બોર્ડ અંગે કાળજી લેવાશે-પ્રવાસન મંત્રી

જુનાગઢ, તા. ૧: જુનાગઢના ઉપરકોટમાં રિનોવેશન સહિતની કામગીરીને લઇ હાલ કોઇ બોર્ડ હયાત નથી અને નવા બોર્ડ અંગે કાળજી લેવાશે તેમ આજે સવારે રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ અકિલા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં આવેલ રાણકદેવી મહેલમાં ટુરીઝમ વિભાગ દ્વારા રાણકદેવી મહેલ અને જુમ્મા મસ્જીદ એવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું હોવાને લઇ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે અને જૂનાગઢ રાજપૂત સેવા સમાજ દ્વારા ગઇકાલે કલેકટર કચેરી ખાતે લેખિત રજુઆત કરી જુમ્મા મસ્જીદનું બોર્ડ તાત્કાલીક દૂર કરવા માંગણી કરી હતી.

દરમ્યાનમાં આજે જુનાગઢના પ્રવાસે આવેલ રાજયના પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડાએ અકિલા સાથેની ખાસ ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, હાલ ઉપરકોટમાં રિનોવેશન અને સફાઇ સહિતની કામગીરી ચાલી રહી હોય તેથી ઉપરકોટમાં અત્યારે કોઇપણ બોર્ડ હયાત નથી.

મંત્રીશ્રી ચાવડાએ વધુમાં જણાવેલ કે, નવા બોર્ડ અંગે કાળજી લેવામાં આવશે તેમજ બોર્ડ મામલે કલ્ચરલ ડીપાર્ટમેન્ટ, ઇતિહાસકારો વગેરે સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવામાં આવશે.(

(11:51 am IST)