Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સમય નિયત કરવા ડીઈઓને સુચના

શિક્ષણ વિભાગના તા. ૨૩-૦૭ ના સંદર્ભના પરિપત્રથી ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓમાં તા. ૨૬ થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરુ કરવા સુચના

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સમય નિયત કરવા બાબતે રાજ્યના સંયુક શિક્ષક નિયામક દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીઓને સુચના આપવામાં આવી છે
રાજ્યના સંયુક શિક્ષણ નિયામક દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ શિક્ષણ વિભાગના તા. ૨૩-૦૭ ના સંદર્ભના પરિપત્રથી ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓમાં તા. ૨૬ થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરુ કરવા સુચના આપવામાં આવી છે
જેથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયેલ હોય તેવી શાળાઓને સમય કોરોના મહામારી પૂર્વે જે તે શાળામાં નિર્ધારિત થયેલ હતો એટલે કે શાળામાં સવારનો સમય હતો તે શાળામાં સવારનો સમય અને બપોરનો સહ્ય હતો તે શાળાઓમાં બપોરનો સમય તે જ પ્રજારે પુનઃ શાળાઓનો સમય કોરોના મહામારી પૂર્વેની પદ્ધતિ મુજબ યથાવત કરવા અંગે તમામ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરવા જણાવવામાં આવે છે

(11:29 pm IST)