Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

પોરબંદરમાં બળાત્‍કારના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપીના જામીન મંજુર કરતી ગુજરાત હાઇકોર્ટ

પોરબંદર : શહેરના હાર્બરમીરન પોલીસ સ્‍ટેશનમાં બળાત્‍કારાના નોંધાયેલ ગુન્‍હાના કામે સંડોવાયેલા આરોપીના જામીન નામ. હાઇકોર્ટે મંજુર કર્યા છે.

હાર્બરમરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ ફરીયાદ આપેલી કે, 'વોટસએપ તથા ઈન્સ્ટાગ્રામ એપલીકેશન દ્વારા  આરોપી સાથે ઓળખાણ થયેલી, તે સમયે ફરીયાદીના અન્ય જગ્યાએ લગ્ન થયેલા  હેતા તે જગ્યાએથી છુટાછેડા થઈ ગયેલા હતા, અને આરોપી સાથે ફરીયાદણને પ્રેમ  સબંધ થતાં આરોપીએ અવાવરૂ જગ્યાએ મળવા માટે બોલાવેલ અને લગ્નની લાલચ  આપી તેની શરીર સબંધ બાંધેલા, અને ત્યારબાદ આરોપીને મળવા બોલાવતાં  આરોપી મળવા ન આવી શકતાં ફરીયાદણને લાગી આવતાં ફરીયાદને પી ને આત્મહત્યાની કોશીષ કરેલ, અને તે અંગેની જાણ ફરીયાદણના  બનેવીને થતાં તેઓએ તેને દવાખાને સારવાર હેઠળ દાખલ કરેલી, આમ  ફરીયાદણ દ્વારા એવો આક્ષેપ કરેલ કે, આરોપી-આવડા વિક્રમ કડછાએ લગ્નની  લાલચ આપી, શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી ગુન્હો આચરેલ હોય તે સબંધેની  ફરીયાદ આપતાં પોલીસે આરોપીની સામે આઈ.પી.સી. કલમ-૩૭૦ (૨) (એન)  વિગેરે મુજનો ગુન્હો નોંધી આરોપીની અટક કરી  નામ. કોર્ટમાં રજૂ કરતાં નામ. કોર્ટે આરોપીને ન્યાયીક હિરાસતમાં લેવાનો હુકમ  ફરમાવેલ,  આરોપીએ પોરબંદરની જિલ્લા અદાલતમાં જામીન અરજી રજૂ રાખતાં નામ. જિલ્લા અદાલતે આરોપીની  જામીન અરજી ફગાવી દીધેલી.    ત્યારબાદ આરોપીએ નામ. હાઈકોર્ટમાં જામીન અરજી રજૂ રાખેલી, જેમાં  સરકાર પક્ષે વિગતવાર દલીલો રજુ રાખી આરોપીને જામીન મૂકત નહી કરવા નામ.  કોર્ટ સમક્ષ અરજ ગુજારેલી.    ત્યારબાદ બચાવ પક્ષે એવી રજુઆતો કરવામાં આવેલ કે, ફરીયાદીએ  કીનાઈલ પી ને આત્મહત્યાની કોશીષ કરેલી તે સબંધે ફરીયાદ કરતાં પહેલા પોલીસ  સમક્ષ તાઃ૭/૩/ર૦ર૧ તથા તાઃ૯/૩/ર૦૨૧ ના રોજ નિવેદન આપેલા અને તે  નિવેદનોમાં ફરીયાદ મુજબના કોઈ જ આક્ષેપો કરવામાં આવેલ ન હતા, તેમજ  આરોપીના ૨૧ વર્ષ પુરા થતાં ન હોય, તે રીતે તે ફરીયાદણ સાથે લગ્ન કરી શકે તેમ ન  હોય, વળી, તપાસના કામે ચાર્જશીટ આવી ગયેલ હોય, અને તપાસ પુરી થતાં તેમાં  રજૂ કવરામાં આવેલ મેડીકલ દસ્તાવેજો જોતા આરોપી સામે કોઈ જ પુરાવો મળી  આવેલ ન હોય, અને આરોપીએ ફરીયાદણ સાથે કોઈ શરીર સબંધ બાંધેલ જ નથી,  અને આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવેલ છે. તેમજ ફરીયાદમાં જે સમયે શરીર  સબંધ બાંધેલાની હકીકતો ફરીયાદણ દ્વારા જણાવવામાં આવેલ છે તે સમયે આરોપી  અન્ય ગુન્હાના કામે જયુડી. કસ્ટડીમાં હતા, આમ વિગેરે બાબતેના  આધાર--પુરાવાઓ રજૂ રાખી નામ. હાઈકોર્ટ સમક્ષ અરજ ગુજારેલ કે, આરોપી આ  ક્રમમાં નિર્દોષ છે. આરોપી નામ. કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી  આપે છે વિગેરે દલીલો બચાવ પક્ષે રજુ કરવામાં હાઈકોર્ટે આરોપીને  રૂ.૧૦,૦૦૦/- ના શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો.   

આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલ  એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, વી.જી.પરમાર,  રાહુલ એમ. શીંગરખીયા, એમ.ડી.જુંગી, પી.બી.પરમાર, જીજ્ઞેશ ચાવડા તથા મયર  સવનીયા વિગેરે રોકાયેલા હતા, તથા અમદાવાદના એડવોકેટશ્રી સંદિપ એન. પટેલ  રોકાયેલા હતા.

(4:37 pm IST)