Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષપદ પરથી કુંવરજીભાઇ બાવળીયા મુક્ત

3 કાર્યકાળ પુર્ણ થયા બાદ એક વર્ષનું એક્સ્ટેશન અપાયુ હતું.: એક્સટેશનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી

અમદાવાદ : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની જવાબદારીમાંથી કુંવરજી બાવળીયા  મુક્ત થયા છે.  3 કાર્યકાળ પુર્ણ થયા બાદ કોરોનાના કારણે એક વર્ષનું એક્સ્ટેશન અપાયુ હતું.  એક્સટેશનનો સમયગાળો પુર્ણ થતા પ્રમુખ પદ માટે ફરી દાવેદારી નોંધાવી નહોતી.  કોળી સમાજની અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીમાં હાજર  નહોતા રહ્યા.

રુપાણી સરકારમાં મંત્રી કુંવરજી બાવળીયાએ અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ  પદ પરથી રાજીનામું આપ્યું છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ટ્વિટ કરતા કહ્યું, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત થવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી અને સ્થાનિક લોકસેવાના કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે રાષ્ટ્રીય સંગઠનને અન્ય ઉચિત સદસ્યને પ્રમુખ પદ પર નિયુક્ત કરવા માટે નમ્ર નિવેદન કરુ છું. 

(6:26 pm IST)