Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મોરબી નજીકના ભીમનાથ મહાદેવ મંદિરની પાસે ડેમના પાણીમાં ત્રણ યુવાન ડૂબ્યા: બેનાં મોત:, એકની શોધખોળ

એકને શોધવા મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કવાયત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા ભીમનાથ મહાદેવ મંદિરની પાસે ડેમના છેવાડાના ભાગમાં ભરાયેલા પાણીમાં નહાવા માટે ત્રણ યુવાનો ગયા હતા ત્યારે તે ત્રણેય પાણીમાં ડૂબી ગયા હતા જેમાથી બે યુવાનોના મૃતદેહને સ્થાનિક લોકો દ્વારા પાણીમાથી બહાર કાઢવામાં આવ્યા છે અને એક યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે અને હાલમાં આ બનાવની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઇ ગામ પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં ડેમી ડેમનો છેવાડાનો ભાગ આવે છે ત્યારે પાણી ભરાયેલ હોય ત્રણ યુવાનો બપોરના સમયે ત્યાં ન્હાવા માટે ગયા હતા અને અકસ્માતે ત્રણેય યુવાનો પાણીમાં ડૂબ્યા હતા જે બનાવની સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલીક સ્થાનિક તરવૈયાઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનોને બહાર કાઢવા માટે થઈને કવાયત શરૂ કરવામાં આવી હતી.

જોકે આ બનાવની જાણ થયા બાદ યુવાનોને શોધવા માટેની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં પાણીમાં ડૂબેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોના મૃતદેહને પાણીમાથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે અને એક યુવાન પાણીમાં હજુ પણ ડૂબ્યો છે જે અંગેની મોરબી પાલિકાને જાણ કરવામાં આવી હોવાથી મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પાણી ડૂબી ગયેલા યુવાનને શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી વિગતો મળી કુલ ત્રણ યુવાનો તેમાંથી બે યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવેલ છે પરંતુ હજુ પણ એક યુવાનની બોડી પાણીમાંથી બહાર કાઢવામાં આવી નથી જેથી કરીને તેને શોધવા માટે મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે

 

(7:54 pm IST)