Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબીના ઘૂટું રોડ પર જાહેરમાં ટ્રકમાંથી પાવડર ઠાલવી ટ્રકચાલકો કરી રહ્યા છે દાદાગીરી !

ટ્રકચાલકોને રોકનાર કોઈ નથી કે શું ?

મોરબી આસપાસ આવેલ સિરામિક એકમોમાં વપરાતા વિવિધ રો મટીરીયલ્સના ટ્રકો કચ્છ અણ રાજસ્થાન સહિતના સ્થળેથી આવતા હોય છે જે પાવડર, માટી ફેકટરીમાં ખાલી કર્યા બાદ ટ્રકમાં બચી જતો માલ રોડ પર ગમે ત્યાં ઠાલવી દેવામાં આવે છે જેથી હાઈવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

મોરબીના ઘૂટું રોડ પર આજે આવી જ એક ટ્રક જોવા મળી હતી જે ફેકટરીમાં રો મટીરીયલ્સ ખાલી કર્યા બાદ ટ્રકમાં થોડો ઘણો વધી જતો રો મટીરીયલ્સનો પાવડર રોડ પર ઠાલવી રહ્યો છે ત્યારે અહીંથી પસાર થતા જાગૃત યુવાને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આવા ઇસમોએ લાજ શરમ નેવે મૂકી છે એટલું જ નહિ તેને કાયદાનો કોઈ ભય ના હોય તેમ આરામથી પાવડર જાહેર રોડ પર ઠાલવીને જતો રહે છે ત્યારે આવા તત્વોને રોકનાર કોઈ નથી જવાબદાર પોલીસ કે અન્ય વિભાગોની ઊંઘ ક્યારે ઉડશે અને લોકોની સમસ્યાને સમજીને આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરાશે ? તેવા સવાલો ઉપસ્થિત થયા છે.

 

(9:45 pm IST)