Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

લમ્પી ગ્રસ્ત ગાયોની સારવાર માટે તંત્ર સક્રિય : જામનગર મનપા દ્વારા હેલ્પલાઇન શરૂ

આજે લમ્પી ચસ્ત ગાયોની સા૨વા૨ / વેકનીનેશન અંગેની કુલ – ૧૬૭ ફરીયાદો મળી :નાગરિકોને સહયોગ આપવા અનુરોધ

જામનગર મહાનગરપાલિકા ધ્વારા લમ્પી ગ્રસ્ત ગાયોની સારવાર માટે રાજય સરકારના પશુપાલન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી જામનગર મહાનગરપાલિકા ધ્વારા હેલ્પલાઈન શરૂ ક૨વામાં આવેલ છે. જેના નંબ૨ ૯૦૯૯૧૧૨૧૦૧ પ૨ આજરોજ તા.૩૧/૦૭/૨૦૨૨ ના રોજ રાત્રીના ૮ : ૦૦ વાગ્યા સુધીમાં આવેલ કુલ – ૧૬૭ ફ૨ીયાદો પૈકી (૧) વોર્ડ નં. ૧ થી ૪ માં ૧૨ ફ૨ીયાદો (૨) વોર્ડ નં. ૫ થી ૮ માં ૨૦ ફરીયાદો (૩) વોર્ડ નં. ૯ થી ૧૨ માં ૨૧ ફરીયાદો તથા (૪) વોર્ડ નં. ૧૩ થી ૧૬ માં – ૭૧ ફરીયાદો મળી કુલ ૧૨૪ ફ૨ીયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. લમ્પી ચસ્ત ગાયોની સા૨વા૨ / વેકનીનેશન અંગેની આવેલ કુલ – ૧૬૭ ફરીયાદો અંગે સ્થળ તપાસ દરમ્યાન આવેલ ફરીયાદ ઉપરાંતની લમ્પી ગ્રસ્ત જણાયેલ ગાયોને સા૨વા૨ / વેકસીનેશનની કામગી૨ી કરવામાં આવેલ છે. તેમજ આસપાસના વિસ્તારમાંથી લમ્પી ગ્રસ્ત ગાયોની સારવાર અંગે આવતી ફરીયાદ અન્વયે સા૨વા૨ વેકસીનેશનની કામગીરી ચાલુ છે.

  ઉપરોકત વિગતે નોંધાયેલ કુલ – ૧૬૭ ફ૨ીયાદ પૈકી સ્થળ તપાસ દરમ્યાન અરજદાર ધ્વારા ફોન રીસીવ કરવામાં ન આવતા અથવા સ્થાનીકે ગાય ન હોય, તેવા ઉપસ્થિત થયેલ પ્રશ્નોને કારણે ૪૩ ફરીયાદી અનસોલ્વડ રહેવા પામેલ છે. આ અંગે જામનગરની જનતાને અનુરોધ ક૨વામાં આવે છે કે, લમ્પીચસ્ત ગાયોને ઝડપી અને તાત્કાલીક સા૨વા૨ મળી ૨હે તે અંગે જામનગર શહેરના એક જાગૃતિ નાગરીક તરીકે આપ સહયોગ આપો જેથી સમયનો બગાડ થયા વગર વધુમાં વધુ ગાયોને બચાવી શકાય. જે અંગે જામનગ૨ મહાનગરપાલિકા પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવે છે.

 

(11:34 pm IST)