Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

લઠ્ઠાકાંડ પછી માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી અધિકારીઓનો નહીં પરંતુ તેઓના માલિકોનો વાંક : શંકરસિંહ વાઘેલા

જરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે

મોરબીમાં સામાજીક કાર્યક્રમમાં ગુજરાતનાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા ત્યારે તેની સાથે વાત કરતાં તેઓએ તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદદે સરકારને સીધી જ જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે, ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે અને પોલિટિકલ બેગ્રાઉંડ હોય તે જ અધિકારી હપ્તારાજમાં જીવતા હોય છે.

મોરબીમાં યોજાયેલ એક સામાજીક કાર્યક્રમમાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો આવ્યા હતા ત્યારે બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેઓએ સરકાર ઉપર નિશાન ટાંક્યુ હતું અને કહ્યું હતું કે, તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ માટે સરકાર સીધી જ જવાબદાર છે અને ગુજરાતમાં જે અધિકારોને પોલિટિકલ બેગ્રાઉન્ડ હોય તે જ અધિકારીઓ આ હપ્તાશાહીમાં જીવતા હોય છે અને લઠ્ઠાકાંડ પછી માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી અને "લઠ્ઠાકાંડમાં અધિકારીઓનો નહીં પરંતુ તે અધિકારોના માલિકોનો વાંક છે" અને કોઈપણ વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ પીને કોઈ મરી જાય તો તે લોકોના બાપનું શું જાય છે..? આજની તારીખે દિવ, દમણ, ઉદેપુર, મુંબઇમાં દારૂ મળે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે.

 

(11:37 pm IST)