Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કચ્છ ભાજપ દ્વારા માંડવી એ.પી.એમ.સી.ના ત્રણ સદસ્યો સસ્પેન્ડ

ચેરમેન, વાઈસ ચેરમેન અને ડાયરેક્ટરે મેન્ડેન્ટનો ઉલાળીયો કર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧

 થોડા સમય અગાઉ યોજાયેલ માંડવી એ.પી.એમ.સી.ના ચેરમેનની વરણી પ્રક્રિયામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરી પક્ષ દ્વારા રજૂ થયેલ નિર્ધારિત વ્હીપમાં સહમત ન થઇને ચેરમેન પદ માટે પણ વિરૂધ્ધ દાવેદારી નોંધાવીને ગેરશિસ્ત ભર્યું વર્તન આચર્યું હતું તેવા માંડવી એ.પી.એમ.સી.ના પ્રવર્તમાન ચેરમેન પ્રવિણભાઈ અરજણ વેલાણી ઉપરાંત વાઈસ ચેરમેન શીવજીભાઈ ભાણજીભાઈ સંઘાર અને ડાયરેકટર રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને ગુજરાન પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલની સૂચનાથી પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે તેવું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

(9:41 am IST)