Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પોરબંદર ગાંધીજી અને સુદામાજીની ભૂમિમાં દેશી દારૂઃ હાટડા બંધ કરાવવા રજૂઆતો બાદ માત્ર આશ્‍વાસનો

દારૂ, દુષણ બંધ કરાવવાની કડક અમલવારી શરૂ થાય તે પહેલા અવૈદ્ય હપ્‍તા રાજમાં વધારો થતાની ચર્ચાઃ નશીલા પ્રવાહીની હેરફેર પાછળ પરોક્ષ રીતે ખાતાના જવાબદારો ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: વર્તમાન પરિસ્‍થિતિએ જવાબ બેડામાં નશીલા પ્રવાહીનું અને નશીલા માદક પદાર્થનું સેવન કરવાનુ વધુ જોવા મળશે. ફરજ પર પણ નશામાં ઝુમતા જોવા મળે. શ્રીમંત વર્ગો કામ ધંધાથી થાકે ત્‍યારે કાંટો રાખવા (ચડાવવા) નશીલા દેશી બનાવટના પ્રવાહી માદક પદાર્થનું સેવન કરે. દિવસ આખો શ્રમ કરી જે કમાણી કરી હોય તે   () નશીલા પ્રવાહી માદક પદાર્થમાં વપરાય જાય છે. જયારે ઘરના સભ્‍યો ભુખ્‍યા પેટે ટળવળતા રહે. પાછળથી સુઇ રહે. કેટલીક વાર મારકુટના બનાવો અપ્રિય ઘટના સામે આવી જાય છે. લગભગ રોજીંદા આવુ બનતુ રહે છે. અમુક નશીલા પ્રવાહી - માદક પદાર્થ ખરીદ કરવા માટે પોતા જોગ મર્યાદીત ખર્ચ કરે છે. ઘરમાં પણ આપે છે જયારે અમુક વર્ગ ભાઇબંધે સાથે અથવા પોતા પુરતો નાણાકીય ખર્ચ કરી નાખે છે. ઘરમાં ગુજરાન ચલાવવા માટે એક પણ રાતી પાઇ આપતા નથી. શારીરીક શોષણ, નાણાકીય શોષણ, માનસીક શોષણ કરતા જરા પણ અચકાતા નથી. સ્‍ત્રીઓ બહાર ઘરના કામો કરી પરીવારનું કે તેના બાળકોનું ભરણપોષણ કરે છે. સુઝ-બુઝ પ્રમાણે વિદ્યાભ્‍યાસ કરાવી પોતાના પરીવારનું ભવિષ્‍ય ઉજળુ બનશે. સુખના દિવસો જોવા મળશે. કેટલીક વારની મોટે ભાગે આવી આશા ઠગારી બની જાય છે. જે માતાએ પેટે પાટા બાંધી પોતે ભુખે રહી પોતાના સંતાનનો ઉછેર કરી પગભર કરી સમાજનમાં સ્‍થાન અપાવેલ હોય તે માતા-પિતાની વૃધ્‍ધાથી ની જીંદગી આરામ અને શાંતિથી પસાર કરવાને બદલે () જપ્‍ત બનાવી દયે છે.

 વર્તમાન સ્‍થિતિએ દારૂના દૈત્‍યે જે તારાજી સર્જી છે. બોટાદ જીલ્લાના રોજીદ અને આકરૂના શ્રમીકોએ કેમીકલ્‍સયુકત દારૂ પીધા બાદ એક પછી એકની તબિયત લથડી. પરિવારના સભ્‍યોએ લઠ્ઠાકાંડનો ભોગ બની મોતને વ્‍હાલુ કર્યુ આશરે ૫૫ ()વ્‍યકિતના મોત થયા. કાંઇકને દ્રષ્‍ટિ ગુમાવવાનો વારો આવ્‍યો.

મહારાષ્‍ટ્રમાં દેશી દારૂનું દુષણ વધુ છે. સાંજ પડે ત્‍યારે ‘તાડા-માડી' નો નશો મોટા ભાગના શ્રમીકો કરતા હોય જયાં ત્‍યાં લથડતા જોવા મળે. મુંબઇ મહારાષ્‍ટ્રમાં લઠ્ઠાકાંડ સર્જાણા પછી દારૂબંધી હળવી કરી નાખી. લગભગ મુકત જ કરી. દેશી દારૂના હાટડાથી ચાવનારને પરવાના આપ્‍યા નશો કરનારને મળી રહે. વી.આઇ.પી.ઓ લકઝરી હોટલમાં બાર રૂમ ચલાવવા પરમીટ આપી સમય વહેંચાણનો નક્કી કરી દીધો. આ સમય પછી બાર રૂમ બંધ થઇ જાય.

રાષ્‍ટ્રપિતા પૂ.મહાત્‍મા ગાંધીજી અને ભકત સુદામાની આ જન્‍મભૂમિમાં સમય આંતરે દારૂબંધી નાબૂદ કરવા દેશી દારૂના હાટડા બંધ કરવા અનેક વખત સરકારમાં રજુઆત થઇ. આશ્‍વાસન મળે અને કડક અમલવારી શરૂ થાય તે સાથે અવૈદ્ય હપ્તા રાજમા વધારો થઇ જાય છે. અંદરના ચર્ચીત સુત્રોમાંથી જાણવા મળે છે અપરાધી રીતે નશીલા પ્રવાહીના માદક નશીલા પદાર્થોના આ ધંધા અપરાધી રીતે જવાબદાર હોય છે તે પોતાના નામે નહી પરંતુ ડમી બુટલેગરને કમીશન કે ભાગીદારીમાં સાથે રાખી આ ધંધો કરાવતા હોય છે.

પોરબંદરમાં આશરે ત્રણ થી ચાર લઠ્ઠાકાંડ સર્જાણા સખ્‍ત કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી. પંદર વીસ દિવસ કે મહિનો દિવસ જાહેરમાં સખ્‍ત કામગીરી ચુસ્‍ત કડક પાલનની રહે છે. લોકોને સંતોષ થાય પરંતુ સમય જતા ભૂલાતા થાળે પડી જાય. પોરબંદર સર્જાયેલ ત્રણ થી ચાર લઠ્ઠાકાંડમાં એક થી પંદર કે તેની આસપાસ રહી છે. સરકારી દવાખાના દાખલ કરી તેને માદક કેમીકલ્‍સ આપવામાં જીંદગી બચાવવામાં જેઓ જીવંત રહ્યા છે તે જીવંત રહ્યા છે તે જીવતા પણ મૃત્‍યુ જેવી કોઇ પથારીવશ તો કોઇ નેત્રહિન દ્રષ્‍ટિ ગુમાવેલ જોવા મળે છે. હહાલ ખુલ્લા બજારમાં ગુપ્‍ત રીતે વહેંચાતા નશીલા પ્રવાહીના સેવનથી આંતરડા તથા લીવરની બિમારીથી પીડાતા હોય છે.

પોરબંદર શહેરી વિસ્‍તાર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તાર તેમજ બરડી ડુંગર અન્‍ય કુતિયાણા પાસેથી ડુંગરમાં દેશી દારૂ દૂષણ છે. અવારનવાર પોલીસ દ્વારા ડુંગરોમાં ખાડા ટેકરા ખૂંદતા દેશી દારૂની ભઠ્ઠી શોધે દરોડો પાડે પરંતુ ભઠ્ઠી ઉતારતા પકડાય નહીં. દેશી દારૂ બનાવવા માટે ગોળ રસી, તેમજ () વપરાશ થાય છે પરંતુ નશા માટે કેમીકલ્‍સ ટયુબ પણ વાપરવામાં આવે છે. આવી ટયુબ અમદાવાદ-વડોદરા કે સુરતથી આવે છે. સખ્‍ત ગરમ પાણીમાં આ કેમીકલ્‍સ ટયુબ ઓગાળવામાં આવે છ. ધીમે ધીમે ગરમ પાણીની વરાળ સ્‍પર્શ કરે તેમ તેમ કેમીકલ્‍સનું પ્રવાહી ઓગળી ઉકળતા પાણીમાં પ્રસરતુ જાય છે. વધુ કડક નશો રહે. અગાઉ વિસ્‍તૃત તેની પ્રક્રિયા આવી ગયેલ છે દેશી દારૂ સપ્‍લાય કરનાર અને ડુંગરમાં દારૂની ભઠ્ઠી ગાળનાર () કેરીયર નથી. ટ્રક કે મોટરના ટયુબમા ડુંગર વિસ્‍તારમાં ટ્રેન કરેલ ઉંટ દ્વારા માલ મોકલવામાં આવે. ઉંટનો માલીક સાથે ન હોય તે દુર હોય, ડુંગરમાંથી નિયત સ્‍થળે ઉંટ આ માલ પહોંચાડી દે. કયારે પોલીસ બાતમી આધારે નશીલા પ્રવાહીની હેરાફેરી કરનાર ઉંટને પકડે, સંબંધીત પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ કરે, જયાં સુધી માલીક પકડાય પકડાય નહી ત્‍યા સુધી ઉંટને બંદીવાન તરીકે રાખે. ભરણપોષણ ખાધાખોરાકી આપવી પડે. કયારેક એવા કિસ્‍સામાં માલીક આવે નહી તો છોડી પણ દયે. અથવા માર્ગદર્શન મેળવી જે કાર્યવાહી કરવાની હોય તે કરે.

 ચોંકાવનારી હકિકત એ છે કે વિદેશી દારૂના બંધાણીયાઓ હેલ્‍થ પરમીટ મેળવી લ્‍યે છે. પોલીસ પ્રોહીબીશન એકસસાઇઝમાંથી મેડીકલ સર્ટીફીકેટના આધારે મેળવવામાં આવે છે જે હેલ્‍થ પરમીટના નામથી ઓળખાય તે મેળવવા અવૈદ્ય ચુકવણી હોય છે. હેલ્‍થ પરમીટ બીયર ટીન વધુ મેળવે છે. જો કે પરમીટ નહી ધરાવતી વ્‍યકિત પણ બુટલેગરો પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ખરીદ કરે છે. જયાં સુધી પ્રોહીબીશન એકટ નાબૂદ ન થાય કે હળવો કરવામાં આવે નહી તો અવૈદ્ય () લઠ્ઠાકાંડ સર્જાતો રહે તો આશ્‍ચર્ય પામવા જેવુ નથી.

(12:05 pm IST)