Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગોંડલના ઘોઘાવદરમાં શૈક્ષણિક કિટ-ચકલીના માળાનું વિતરણ

ગોંડલ : બેંક ઓફ બરોડાના ૧૧૫મા જન્‍મદિવસ નિમિત્તે ઘોઘાવદર શાખા દ્વારા ખાંડાધાર પ્રાથમિક શાળાના બધાજ ૧૧૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા ચકલીના માળાનું વિતરણ શાળાના શિક્ષકગણ તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું જેમાં શાખા પ્રબંધક અશ્વિનભાઈ પરમારના નેતૃત્‍વમાં ખજાનચી પ્રકાશભાઈ ઠકરાર, ક્‍લાર્ક વિજયભાઈ સેજાણી, વિનુભાઈ ખુમાણ તથા નટુભાઈ ઝાલા એ જહેમત ઉઠાવી હતી.જેમાં ખાંડાધાર પ્રાથમિક શાળાના આચાર્ય ઉમેશભાઈ પેથાણી તથા શિક્ષક ગણનો તથા તકે દરેક વિદ્યાર્થીઓને ચકલીના માળાનું વિનામુલ્‍યે વિતરણ એચ.બી.વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્‍ટના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : અશોક જોશી -ગોંડલ) 

(10:22 am IST)