Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ગોંડલ શ્રીરામજી મંદિરના પૂ.જયરામદાસજી મહારાજની ઉપસ્‍થિતીમાં મોટીપાનેલીમાં રકતદાન કેમ્‍પ

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા. ૧ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં રામધૂન મંડળના વાર્ષિક મહોત્‍સવ માં મોટી પાનેલીના અ.ની.જમકુબેન બાબુલાલ ઘોડાસરાના સ્‍મરણાર્થે મેગા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ જેમાં યુવાનોએ બહોળી સંખ્‍યા માં ઉમટી પડ્‍યા હતા

રક્‍તદાન કેમ્‍પમાં ઉપલેટા તાલુકાના પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ માકડીયા તેમજ ગોંડલ રામજી મંદિરના સંત શ્રી જયરામદાસજીએ ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો સર્વે કામગીરી પોરબંદરની બ્‍લડબેંક દ્વારા નિયંત્રણ કરવામાં આવેલ હતી તમામ રક્‍તદાતાઓ ને ઘોડાસરા પરિવાર દ્વારા ગિફટ આપવામાં આવી હતી.

(10:25 am IST)