Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પોરબંદર જિલ્લામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા મહિલાઓની સંમતિ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારની બહેનોને પેમ્‍પલેટ વિતરણ

પોરબંદર,તા. ૧ : ભારત સરકાર દ્વારા તા. ૧ જુલાઇથી સમગ્ર દેશમાં સિંગલ યેઝ પ્‍લાસ્‍ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. કેન્‍દ્ર સરકારે પ્‍લાસ્‍ટિકની ૧૯ પ્રોડક્‍ટ પર પ્રતિબંધ મુકો તેની કડક અમલવારી કરવા માટી કટીબધ્‍ધ છે. સરકારે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકની પ્રતિબંધિત કરેલ પ્રોડકટમાં પ્‍લાસ્‍ટિકની પ્‍લેટ, પ્‍લાસ્‍ટિકના કપ/ચમચી, પ્‍લાસ્‍ટિકના ઝંડા, સ્‍ટ્રો, ચમસી, ચપ્‍પુ, કેન્‍ટી, સ્‍ટિક, પ્‍લાસ્‍ટિક સ્‍ટિકવાળા ઇયરબડ્‍સ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી પોરબંદરની ટીમ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારની બહેનોને જાગૃતિ માટે પેમ્‍પલેટ વિતરણ કરાયા હતા.

પોરબંદર જિલ્લાની ગ્રામ્‍ય વિસ્‍તારની અસંખ્‍યા બહેનોને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા માટે પેમ્‍પલેટ વિતરણ કરી સમજણ આપવામાં આવી હતી. સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગના કારણે જીવ સૃષ્‍ટી અને પર્યાવરણ પર તેની સીધી ખરાબ અસર થાય છે. દિન-પ્રતિદિન પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ વધવાના કારણે પર્યાવરણ સંતુલન જોખમાયું છે.

ગ્રામ્‍યકક્ષાની બહેનોએ અભિપ્રાય આપતા જણાવ્‍યુ હતુ કે, સરકારશ્રી દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવેલ છે તે સારો આવકાર્ય નિર્ણય છે. આ નિર્ણય દેશના પર્યાવરણ માટે સફળ સાબિત થશે. મહિલાઓએ વધુમાં જણાવ્‍યું હતુ કે અમારા રોજીંદા જીવનમાં સરકારશ્રી દ્વારા બંધ કરવામાં આવેલ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણના જતનમાં સહભાગી થશું. ઉપરાંત રોજબરોજ બજારમાં ખરીદી માટે પ્‍લાસ્‍ટીકની થેલી નહિ પરંતુ કાપડની થેલીનો હંમેશા માટે ઉપયોગ કરીશું. તેમજ અન્‍ય મીહલાઓને પણ પ્‍લાસ્‍ટિકની થેલીનો ઉપયોગ બંધ કરી કાપડતનો થેલીનો ઉપયોગ કરવા માટે સમજણ આપીશું. સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ બંધ કરવા માટે મહિલાઓએ સંમતિ દર્શાવી હતી. 

(10:37 am IST)