Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પોરબંદર જિલ્લાના યુવાનો માટે પર્વતારોહણ તાલીમ શિબિર

પોરબંદર,તા. ૧ : રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક વિભાગ તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત  અને જિલ્લા યુવા  વિકાસ અધિકારી દ્વારા સાહસિક (એડવેન્‍ચર) પ્રવૃતિઓ માટે જમીન, વર્પન તથા દરીયાઇ પ્રવૃતિઓ હેઠળ પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરાશે.

આ તાલીમ શિબિર શનિવાર-રવિવારના રોજ યોજાનાર હોય તેમજ ભાગ લેનાર જિલ્લા યુવક યુવતીઓ પોતાના ઘરેથી લંચબોક્ષ તેમજ કોરોના અંગેની જરૂર કીટ (સેનેટાઇઝર, માસ્‍કર વગેરે) લઇને આવવાનું રહેશે. આ તાલીમ બિન -નિવાસી રહેશે.

શિબિરમાં ભાગ લેવા ઇચ્‍છતા પોરબંદર જિલ્લાના યુવક-યુવતીઓએ નિયમ નમૂના અરજી ફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત અધિકારીશ્રી જરૂરી બિડાણ સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિલ્લા બિડાણ સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગાંધી સ્‍મૃતિ ભવન કનકાઇ માતાના મંદિર પાસે, ચોપાટી રોડ,પોરંબદર ખાતે તા. ૫ ઓગસ્‍ટ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવા યાદીમાં જણાવાયુ છે.

(10:38 am IST)