Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કચ્‍છમાં ૧૦૧૦ લમ્‍પીગ્રસ્‍ત પશુઓના મોત : ૭૨ ટીમોના ૧૦૮ નિષ્‍ણાંતો દ્વારા સારવાર

લમ્‍પીના ફફડાટ વચ્‍ચે તંત્રમાં હલચલ : સરકારી આંકડા અનુસાર : ૫૪૮ ગામોમાં કુલ ૧૬૪૯૮૧ પશુઓને રસીકરણ અને ૪૩૭૩૧ પશુઓને સારવાર અપાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : કચ્‍છ જિલ્લાના ૯૬૪ ગામો પૈકી લમ્‍પીથી અસરગ્રસ્‍તᅠ ૫૪૮ ગામોમાં ૧૬૪૯૮૧ પશુઓને રસીકરણ કરાયુ છે અનેᅠ કુલ ૪૩૭૩૧ પશુઓને સારવાર અપાઇ છે. જિલ્લાની ૧૦૨ પાંજરાપોળ, ગૌશાળામાં ૫૩૦૭ અસરગ્રસ્‍ત તમામને સારવાર રસીકરણ કરાયેલ છે. ૨૬ આઈસોલેશન સેન્‍ટરમાં ૭૫૪ પશુઓ સારવાર લઈ રહ્યા છે.ᅠ ૭૨ ટીમના કુલ ૧૦૩ નિષ્‍ણાંતોᅠ સારવારની કામગીરીમાંᅠ સક્રિય છે એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્‍યᅠ વર્માએ જણાવ્‍યું હતું.

લમ્‍પીથી અસરગ્રસ્‍ત કુલ ૩૭૦૪૧ પશુમાંથી ૧૦૧૦ પશુના મરણ થયા છે. અબડાસા,લખપત, ભુજ ભચાઉ ,માંડવી, મુંદરામાં પશુઓ વધુ અસર પામેલ તેમની સાથે અન્‍ય તાલુકામાં લમ્‍પીથી અસરગ્રસ્‍ત પશુઓને રસીકરણ અને સારવારᅠ કરાઈ છે તેમજ આગામી સમયમાં વધુ લોકસહયોગ અને જનજાગૃતિના અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે.જિલ્લાની ૧૦૨ પાંજરાપોળ, ગૌશાળામાં ૮૨૬૮૯ પશુધન છેᅠ તેમાંથી કુલ ૩૫૫૯૮ પશુનું રસીકરણ કરાએલ છે. ૫૮ GVKની એમ્‍બ્‍યુલન્‍સ ફિલ્‍ડ્‍માં કામ કરી રહી છે.

મૃત્‍યુ પામેલ અને રખડતા રોગગ્રસ્‍ત પશુઓના દેહ નિકાલ માટેᅠ ગ્રામપંચાયતોનેᅠ જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગેની અમલવારીનો પરિપત્ર કરાએલ છે. રખડતા પશુઓના જવાબદાર માલિકોનેᅠ રૂ. ૧ હજારનો દંડ કરવામાં આવશે. મળેલા આંકડાની વિગતો ચકાસાવામાં આવે છે તેમજ રોગના અગમચેતીથી અમલમાં લેવાના પગલાં ભરવા અંગેᅠ લોકોમાં આ બાબતે વધુ જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.ᅠ પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ૨૪×૭ રસીકરણ કરવામાં આવશે . અસરગ્રસ્‍ત પશુઓના આહાર-વિહાર રહેઠાણની સ્‍વચ્‍છતા પર વિશેષ કામગીરી કરવામાં આવી રહી છેᅠ તેમજ દૈનિક મુલાકાતો અને નિરીક્ષણ અને જરૂરી ફેરફારના આયોજન ટેકનોલોજી દ્વારા વધુ કરવામાં આવશે. રાજય સરકારની રાહબરી હેઠળ લમ્‍પી રોગ નિયંત્રણની સઘન કામગીરી જીલ્લામાં ચાલી રહી છે.

(10:39 am IST)